Honey Singh Controversies: ભારતના ગીતોને પોપ કલ્ચરમાં લાવનાર સિંગર-રેપર યો યો હની સિંહનો એક સમયે આખો દેશ ફેન હતો. 'અંગ્રેજી બીટ'થી લઈને 'બ્લુ આઈઝ' નો ફેન ક્લબ અચાનક હની સિંહને ભૂલવા લાગ્યો, આખરે સિંગર-રેપરને એવું શું થયું કે તે ઈન્ડસ્ટ્રીમાંથી 'ધીમે ધીમે' ગાયબ થઈ ગયો. હવે હની પાજી પાછા ફર્યા છે, 'મખ્ના-મખ્ના' કરીને તે ફરી પોતાનો ફેન ક્લબ બનાવી રહ્યા છે. હવે આ 'દેશી કલાકાર'ના જન્મદિવસ પર 'બ્રેકઅપ પાર્ટી'ને ભૂલીને તેના કેટલાક વિવાદો વિશે વાત કરીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહરૂખ ખાને હની સિંહને માર્યો હતો થપ્પડ!
હની સિંહએ 'બ્રાઉન રંગ'નો ચાર્મ બતાવીને એટલી લોકપ્રિયતા ઊભી કરી કે લોકોએ 'ચાર બોતલ વોડકા'થી લઈને 'રાની તુ મેં રાજા' પર એટલો જોરદાર ડાન્સ કર્યો કે સીંગર-રેપરને ઘણી સફળતા મળી. પછી હની સિંહે શાહરૂખ ખાન સાથે 'લુંગી ડાન્સ' કરીને કમાલ કરી નાખ્યુ. એક સમયે હની સિંહ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે રેપરે શાહરૂખ ખાનને કંઈક એવુ કહી દીધુ હતું કે જે સાંભળ્યા બાદ અભિનેતાએ ગુસ્સામાં હની સિંહને થપ્પડ મારી દીધો. જો કે, આ અહેવાલોને પાછળથી અફવા ગણાવવામા આવી હતી.



આ પણ વાંચો:
આલિયા ભટ્ટે આ સુપરહિટ ફિલ્મો કરી છે રિજેક્ટ, અક્ષય-આમિરની ફિલ્મો પણ લિસ્ટમાં સામેલ
ખતમ થવાની દિશામાં છે આ 2 ખેલાડીઓનું કરિયર, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી અશક્ય 
દિગ્ગજ એક્ટર સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપરી’ના પાત્રથી થયા હતા ફેમસ


નશામાં બરબાદ!
હની સિંહનું દરેક ગીત, પછી તે 'ડોપ-શોપ' હોય કે 'છોટે-છોટે પેગ' હોય, બધું ડ્રગ્સની આસપાસ ફરે છે. આવી સ્થિતિમાં હની સિંહ પણ પોતાને તેનાથી દૂર રાખી શક્યો નહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હની સિંહ નશાની લતમાં ખરાબ રીતે ડૂબી ગયો હતો. નશાના કારણે તે એટલો બીમાર થઈ ગયો કે તેને ડિપ્રેશન અને અન્ય ગંભીર બીમારીઓએ ઘેરી લીધો. રિપોર્ટ્સ અનુસાર, હની સિંહ વ્યસનથી મુક્તિ મેળવવા માટે રિહેબમાં પણ ગયો હતો.


હની સિંહનું કરિયર ડ્રગ્સની લતમાંથી દૂર થઈને ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં પરત ફર્યું છે. આ મુશ્કેલ સમયમાં હની સિંહે તેની પત્ની શાલિનીથી પણ છૂટાછેડા લીધા હતા. પરંતુ રેપર-સિંગર હની સિંહે લાઈફમા મુવ ઓન થઈ ફરી એકવાર 3.0 વર્ઝન સાથે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને લોન્ચ કરી છે.


આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ

રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube