Team India: ખતમ થવાની દિશામાં છે આ 2 ખેલાડીઓનું કરિયર, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી અશક્ય

Team India, Cricketers: ટીમ ઈન્ડિયાના બે મજબૂત ક્રિકેટર્સની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. બીસીસીઆઈએ અચાનક આ બે દિગ્ગજ ક્રિકેટરોને ટીમ ઈન્ડિયામાંથી એવી રીતે બહાર કરી દીધા કે જેની કોઈને અપેક્ષા પણ ન હતી. ટીમ ઈન્ડિયાના આ 2 ક્રિકેટરો માટે ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ છે.
 

Team India: ખતમ થવાની દિશામાં છે આ 2 ખેલાડીઓનું કરિયર, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી અશક્ય

IND vs AUS, 2023: ટીમ ઈન્ડિયાના બે મજબૂત ક્રિકેટરોની કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. બીસીસીઆઈએ અચાનક આ બે દિગ્ગજ ક્રિકેટરોને ટીમ ઈન્ડિયામાંથી એવી રીતે બહાર કરી દીધા કે જેની કોઈને અપેક્ષા પણ ન હતી. ટીમ ઈન્ડિયાના આ 2 ક્રિકેટરો માટે ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ 2 ક્રિકેટરો માટે ભારતીય ક્રિકેટ ટીમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. છેલ્લી મેચમાં 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ જીતવા છતાં આ ક્રિકેટરોને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ 2 ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયામાં જોરદાર રાજનીતિનો શિકાર બન્યા છે. ચાલો આ 2 ખેલાડીઓ પર એક નજર કરીએ:

1. અમિત મિશ્રા
ટીમ ઈન્ડિયાના ડેશિંગ લેગ-સ્પિનર ​​અમિત મિશ્રાએ 29 ઓક્ટોબર 2016ના રોજ વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી ODI રમી હતી. તે મેચમાં અમિત મિશ્રાએ પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી, તેણે 6 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ લીધી હતી અને આ દરમિયાન તેનો બોલિંગ ઈકોનોમી રેટ 3.00 હતો. અમિત મિશ્રાએ આ મેચમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ જીત્યો હતો, પરંતુ આ ODI મેચ બાદ તે ફરી ક્યારેય ટીમ ઈન્ડિયા માટે આ ફોર્મેટમાં રમતા જોવા મળ્યો નથી. ટીમ ઈન્ડિયાની આંતરિક રાજનીતિનો શિકાર બનીને અમિત મિશ્રાની વનડે કરિયરનો અહીં અંત આવ્યો છે.

2. ભુવનેશ્વર કુમાર
ટીમ ઈન્ડિયાનો ખતરનાક સ્વિંગ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે 'મેન ઓફ ધ મેચ' બન્યો હતો, પરંતુ તે પછી તેની ટેસ્ટ કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ પછી ભુવનેશ્વર કુમારને ભારતની ટેસ્ટ ટીમમાં ક્યારેય તક મળી નથી. ભુવનેશ્વર કુમાર ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી તાકાત હતા. ભુવનેશ્વર કુમાર બોલને બંને રીતે સ્વિંગ કરીને વિકેટ મેળવતો હતો અને જો જરૂર પડતી તો તે બેટીંગમા પણ  સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢતો હતો. ભુવનેશ્વર કુમારે વર્ષ 2018માં તેની છેલ્લી ટેસ્ટ મેચમાં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે 63 રન બનાવ્યા હતા અને 4 મોટી વિકેટ પણ લીધી હતી. હાલમાં ભુવનેશ્વર કુમારને ટેસ્ટ, વનડે અને ટી20 કોઈપણ ફોર્મેટમાં રમવાની તક મળી રહી નથી.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news