5-10 નહીં... એક જ ફિલ્મમાં 72 Songs, 91 વર્ષથી કોઈ તોડી નથી શક્યું આ ફિલ્મનો રેકોર્ડ
સમયની સાથે Bollywood ફિલ્મોનો ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. પહેલા ફિલ્મોમાં થોડીવાર પછી ગીતોની ધૂમ મચી જતી, પણ હવે એવું નથી. પરંતુ શું તમે જાણો છો કે 30ના દાયકામાં આવેલી આ ફિલ્મે 72 ગીતોનો રેકોર્ડ બનાવ્યો હતો.
72 Songs in Film: ઘણા વર્ષો પહેલા, ફિલ્મોમાં ગીતોનો ઉપયોગ માત્ર દર્શકોના મનોરંજન માટે જ નહીં પરંતુ સ્ટોરીને આગળ લઈ જવા માટે પણ થતો હતો. જો કે, ઘણી વખત ફિલ્મોમાં ગીતોની ભરમાર પછી, મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે - બાપ રે! કેટલા ગીતો છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એક એવી ફિલ્મ છે જેમાં 5 કે 6 નહીં પણ 72 ગીતો હતા. એટલું જ નહીં, આ ફિલ્મનો રેકોર્ડ આજ સુધી કોઈ ફિલ્મ તોડી શક્યું નથી. જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
90 વર્ષ પછી પણ રેકોર્ડ તૂટ્યો નથી
આ ફિલ્મ 30ના દાયકામાં એટલે કે લગભગ 9 દાયકા પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 91 દાયકા થઈ ગયા છે. પરંતુ આટલા વર્ષો પછી પણ આ ફિલ્મનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. આ ફિલ્મનું નામ છે 'ઈન્દ્રસભા' જે વર્ષ 1932માં રિલીઝ થઈ હતી.
એક જ ફિલ્મમાં 72 ગીતો
'ઈન્દ્રસભા ફિલ્મ' એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં એટલા બધા ગીતો છે કે તેણે તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. 72 ગીતોમાં 9 ઠુમરી, 31 ગઝલ, 13 વિવિધ ગીતો, 4 હોળીના ગીતો, 5 છંદ, 5 ચૌબાલા અને બાકીના 5 સામાન્ય ગીતો હતા.
લીડ રોલ
આ ફિલ્મમાં જહાનારા અને મિસ્ટર નિસાર મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે આ સ્ટાર્સ ખૂબ જ લોકપ્રિય હતા. જહાનારા એક્ટરની સાથે સાથે એક સિંગર પણ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે 'ઈન્દ્રસભા' પહેલી સાઉન્ડ ફિલ્મ હતી. જ્યારે 'આલમઆરા' પ્રથમ બોલતી ભારતીય ફિલ્મ હતી.
સતત બદલાતો ટ્રેન્ડ
ફિલ્મ 'ઈન્દ્રસભા' પછી ફિલ્મોનો ટ્રેન્ડ સતત બદલાતો રહ્યો. તે સમયે ફિલ્મોમાં ઘણાં ગીતો આવતા હતા, પરંતુ હવે ફિલ્મોમાં થોડાં જ ગીતો હોય છે. લોકો હવે બેક ટુ બેક ગીતોવાળી ફિલ્મો જોવાનું પણ પસંદ કરતા નથી.
આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube