વિરલ પટેલ, અમદાવાદઃ બોલીવુડમાં તમારે સફળતાના શિખર સર કરવા હોય અને દર્શકોના દિલમાં વસવું હોય તો તમારામાં ત્રણ ગુણ જરૂરી છે અને તે છે એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ અને એન્ટરટેઈનમેન્ટ. અને તેનું જીવત ઉદાહરણ છે સલમાન ખાન. સલમાન ખાને તેની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી કારકિર્દીમાં સેંકડો યાદગાર ફિલ્મો આપી. 'પ્રેમ' નું પાત્ર ભજવી રોમેન્ટિક હીરોની ઓળખ ઉભી કરનાર સલમાને એકશન ફિલ્મોમાં પણ સિક્કો જમાવ્યો. બોક્સ ઓફિસ પર પણ આ દબંગ હીરોની દબંગાઈ બીજા બધા સ્ટારને પાછળ છોડી દે છે. બોડી બિલ્ડીંગની વાત હોય કે પછી નવી ફેશનની વાત હોય સલમાન ખાન કરોડો યુવાઓ માટે હંમેશાથી સ્ટાઈલ આઈકોન રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મસાનથી લઈને ઉરી સુધી, તસવીરોમાં જુઓ વિક્કીનું શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન
વોન્ટેડ બની સલમાન ખાનના કરિયરની ગેમ ચેન્જર
સલમાન ખાનની ફિલ્મો હવે હિટ થતી હતી તો ઘણી ફિલ્મો ફલોપ પણ નીવડી હતી. તે સમયગાળામાં સલમાને યુવરાજ, હેલો, સલામ એ ઈશક જેવી કેટલીક ફિલ્મો કરી જે સદંતર નિષ્ફળ નીવડી હતી. વિવેચકો પણ સલમાન ખાનની ફિલ્મોની સતત ટીકા કરતા હતા. ત્યારે વર્ષ 2009માં સલમાન ખાનનો સાઉથની હિટ રિમેક 'વોન્ટેડ'માં હટકે અંદાજ જોવા મળ્યો. સલમાન ખાનનો એકશન દર્શકોને ખૂબ પસંદ આવ્યો. ત્યારબાદ સલમાન ખાને એકશન ફિલ્મોને સફળતા મેળવવા માટેનો રસ્તો બનાવી દીધો. વોન્ટેડ બાદ સલમાન ખાને દબંગ, રેડી, બોડીગાર્ડ, એક થા ટાઈગર, ટાઈગર જિંદા હૈ, સુલ્તાન, બજરંગી ભાઈજાન જેવી એકશન પેક ફિલ્મો કરી. આ બધી એકશન ફિલ્મોથી સલમાન ખાન બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર ખાન બન્યો.


Bye Bye 2020: સુશાંતની આત્મહત્યાથી ડ્રગ્સ કનેક્શન સુધી, 2020માં બોલીવુડ રહ્યું ચર્ચામાં
સલમાન ખાનની નો કિસિંગ પોલિસી
હિન્દી ફિલ્મોમાં મોટા ભાગના અભિનેતાઓએ સિલ્વર સ્ક્રીન પર કિસિંગ સીન કે ઈન્ટીમેટ સીન ભજવ્યા છે પરંતું સલમાન ખાન એકમાત્ર હિરો છે જેને કિસિંગ સીન પણ સિલ્વર સ્ક્રીન પર ભજવ્યો નથી. સલમાન ખાન એવું માને છે કે ફિલ્મ એવી હોવી જોઈએ કે તમે નાના બાળકો અને બુજર્ગોને સાથે રાખીને જોઈ શકો. સલમાન ખાન અનેકવાર ઈન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે તે સિલ્વર સ્ક્રીન પર કિસિંગ સીન ક્યારેય ભજવી શકશે નહીં


HBD Anil Kapoor: 64 વર્ષે પણ યંગ દેખાય છે અનિલ કપૂર, જાણો આ કલાકારના કેટલાક અવનવા કિસ્સા
'બીઈંગ હ્યુમન' ફિલ્મે સલમાનને બનાવ્યો ઉમદા માણસ
સલમાન ખાને જેટલી લોકપ્રિયતા મેળવી તેટલા જ તેને 'બીઈંગ હ્યુમન' સંસ્થા થકી અનેક સેવાકીય કાર્યો પણ કર્યા. વર્ષ 2007માં સલમાન ખાને 'બીઈંગ હ્યુમન' ની સ્થાપના કરી. બીઈંગ હ્યુમન  જરૂરિયાતમંદ બાળકોને યોગ્ય અભ્યાસ પૂર્ણ પાડવાનું અને હેલ્થકેરની દિશામાં ઘણું કામ કરે છે.

સલમાન ખાન છે સદાબહાર સુપરસ્ટાર
સલમાન ખાન બાંદ્રા વિસ્તારમાં તેના પરિવાર સાથે વર્ષોથી 'ગેલેક્સી અપાર્ટમન્ટ'માં રહે છે. સલમાનના માતા-પિતા ગેલેક્સી અપાર્ટમેન્ટના પહેલા માળે તો સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર 1 BHK ઘરમાં રહે છે. સલમાન ખાન પહેલેથી ફિટનેસને લઈ સભાન રહ્યો છે. સલમાન ખાન દેશમાં લાખો યુવતીઓનો ક્રશ રહ્યો છે તો અનેક યુવાનો ફિટનેસ માટે સલમાન ખાનને પોતાનો રોલ મોડલ માને છે. ટેલિવિઝન પર રિયાલિટી શો બિગ બોસ સુપરહિટ થયો હોય તો તેનો જશ વન એન્ડ ઓનલી સલમાન ખાનને જાય છે. દર વર્ષે સલમાનના જન્મદિવસ પર હજારો ફેન્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ આગળ આવી જતા હોય છે. સલમાન ખાન પણ તેના ફેન્સને આવકારતો હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube