મસાનથી લઈને ઉરી સુધી, તસવીરોમાં જુઓ વિક્કીનું શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન
બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંગળવારે એક ફોટો શેર કર્યો છે. જે ફેન્સની સાથે સેલેબ્સને પણ ઘણી પસંદ આવી રહી છે. સાથે જ અનેક સેલેબ્સ રાજકુમાર રાવ, અંગદ બેદી, ચૈતન્ય શર્મા, સાકિબ સલીમે પોતાનું રિએક્શન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્લી: અભિનેતા વિક્કી કૌશલે પાંચ વર્ષ પહેલાં બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. મસાન ફિલ્મ દ્વારા તેણે પોતાની કારકિર્દીની એક એવી શરૂઆત આપી હતી. જેનું સપનું દરેક કલાકાર જુએ છે. પરંતુ એક વાત નોંધવા જેવી છે કે વિક્કી કૌશલે પોતાની ફિટનેસ પર બહુ કામ કર્યું છે. જો તેની ફિલ્મ મસાનને જુઓ તો એક દુબળો-પાતળો છોકરો દિમાગમાં આવે છે.
1. મસાનમાં દુબળા-પાતળા રોલમાં જોવા મળ્યો વિક્કી
તે છોકરાને જોઈને માત્ર એમ કહી શકાય કે તે ઘણો નબળો છે. મસલ્સ અને એબ્સ તો ભૂલી જ જાઓ. પરંતુ કદાચ તે એક ફિલ્મ પછીથી જ વિક્કીએ પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું.
2. ઉરી ફિલ્મ વિક્કી માટે ગેમ ચેન્જર સાબિત થઈ
2015 પછી વિક્કીએ કેટલીક બીજી ફિલ્મો કરી. પરંતુ તેનો મસ્કુલર લુક ગાયબ જ રહ્યો. પરંતુ 2019માં આવેલી એક ફિલ્મ પછી બધું જ બદલાઈ ગયું. આદિત્ય ધારની ફિલ્મ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક વિક્કીની કારકિર્દીમાં ગેમ ચેન્જર સાબિત થઈ. જણાવાઈ રહ્યું છે કે ઉરી માટે વિક્કીએ પોતાનું 20 કિલો વજન વધાર્યું હતું. તે ફિલ્મમાં એક્ટરની બોડી એટલી શાનદાર જોવા મળી કે બધા માત્ર તેના વખાણ કરતા રહી ગયા.
3. મનમર્જિયામાં કુલ લૂકમાં વિક્કી કૌશલ
મનમર્જીયામાં પણ વિક્કી કૌશલનો કુલ લૂક જોવા મળ્યો હતો. મસાનની સરખામણીમાં તે આ ફિલ્મમાં વધારે ફિટ જોવા મળ્યો હતો. 2018 પછીથી જ વિક્કીએ પોતાની બોડી પર ઘણું કામ કર્યું છે.
4. 2020માં જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન બતાવ્યું
હવે આ સમયે વિક્કી કૌશલનો વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વિક્કી પોતાના બાઈસેપ્સ બતાવી રહ્યો છે. આ જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશનને જોઈને સેલેબ્સના પણ હોશ ઉડી ગયા છે.
5. શાનદાર મસલ્સ અને સ્ટાઈલીશ મૂંછમાં વિક્કી
અભિનેતા સેમ માણેકશોની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલે પોતાના લુક્સ પર ઘણી મહેનત કરી છે. તેના મસલ્સ પણ જોવા મળી રહ્યા છે અને ચહેરા પર સ્ટાઈલીશ મૂંછ પણ રાખી લીધી છે. વિક્કી કૌશલે બોલિવુડમાં પોતાનું ડેબ્યુ વર્ષ 2015માં આવેલી ફિલ્મ મસાનથી કરી હતી. આ ફિલ્મ માટે વિક્કીને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ દ્વારા બેસ્ટ મેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. જેના પછી તે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ રમણ રાઘવ, રાઝી અને સંજુ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે