મુંબઈઃ બોલીવુડના લો પ્રોફાઈલ છતાં ફેવરિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પાટની અલગ થઈ ગયા હોવાના અહેવાલો છે. છ વર્ષના સંબંધો તૂટી ગયાના સમાચારથી બંનેના ચાહકો આઘાતમાં છે. બોલીવુડના સૌથી ફિટ કપલમાંથી એક ટાઈગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ થઈ ગયું છે. છ વર્ષ સાથે રહ્યા બાદ ટાઈગર અને દિશાએ આ નિર્ણય લીધો છે. આમ તો, ટાઈગર અને દિશાએ ક્યારેય પોતાના સંબંધો સાર્વજનિક નહોતા કર્યા. પરંતુ તેમની કેમિસ્ટ્રી અનોખી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈગર અને દિશાની જોડી ચાહકોની માનીતી હતી. અનેકવાર તેમને ઈવેન્ટ્સ, પાર્ટીઝ, ડિનરમાં સાથે જોવામાં આવતા હતા. ટાઈગર અને દિશાની નજીકના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે હાલ ટાઈગર અને દિશા સિંગલ છે ગયા વર્ષે પણ ટાઈગર અને દિશાના બ્રેકઅપની ખબરો આવી હતી. જો કે બાદમાં બંને સાથે જોવા મળતા તે અફવા સાબિત થઈ હતી. પરંતુ હવે તેમણે પોતાના રસ્તા અલગ કરી લીધા છે.


એક વર્ષ જેટલા સમયથી તેમના સંબંધોમાં ઉતાર-ચડાવ ચાલી રહ્યા હતા. અને હવે તેમણે અલગ થાનો નિર્ણય કરી લીધો છે. જે તેમના ચાહતો માટે આઘાત સમાન છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને અલગ થઈ ગયા હોવા છતાં મિત્રતા યથાવત રાખી છે. સોશિયલ મીડિયા પર તેઓ એકબીજાને ફૉલો કરી રહ્યા છે અને એકબીજાની ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે.


બ્રેકઅપ છતાં આ કલાકારોએ તેમના કામ પર અસર નથી પડવા દીધી. હાલ ટાઈગર પોતાની આગામી ફિલ્મનું લંડનમાં શૂટિંગ કરી રહ્યા છે. ટાઈગરની આગામી ફિલ્મ ગણપત અને બાગી 4 છે. તો દિશા પાટની ફિલ્મ એક વિલન રિટર્ન્સ રિલીઝ થવા જઈ રહી છે. ખેર, અલગ પડવું એ તો ટાઈગર અને દિશાનો અંગત નિર્ણય છે. પરંતુ તેમના ચાહકો ઘણા દુઃખી થયા છે.