નવી દિલ્હીઃ કોમેડી હોય કે પછી દેશભક્તિ, હીરો હોય કે પછી વિલનનો રોલ અક્ષય કુમાર દરેક ફિલ્મમાં પોતાની આગવી છાપ છોડતો હોય છે. એરલિફ્ટ, બેબી અને હોલિડે જેવી ફિલ્મોમાં અક્ષય દેશભક્તીનો સંદેશ આપ્યો હતો. તો સિંઘ ઈઝ બ્લિંગ અને બ્રધર્સ જેવી એક્શન ફિલ્મોથી પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. એટલા માટે જ ચાંદની ચોકની શેરીઓમાંથી બોલિવૂડમાં પહોંચવા સુધીની અક્ષયની કહાની ખુબ જ રસપ્રદ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદની ચોકમાં વિત્યું બાળપણ-
અક્ષયનું સાચું નામ રાજીવ ભાટિયા છે. તેનો 9 સપ્ટેમ્બર 1967માં જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. અક્ષય કુમારનું બાળપણ દિલ્લીના ચાંદની ચોકની શેરીઓમાં વિત્યું હતું. અક્ષયને બાળપણથી જ રમત ગમતનો ખૂબ શોખ હતો. એટલા માટે જ અક્ષય કુમાર માર્શલ આર્ટની તાલીમ માટે બેંગકોક ગયા હતા. જ્યાં તેમણે શેફ તરીકે કામ પણ કર્યું હતું. અક્ષય કુમારનું સપનું આર્મી કે નેવીમાં જોડાવાનું હતું. પરંતુ હીરો બનાવાનો ક્યારેય વિચાર્યું નહોંતુ.


શેફથી લઈ ફેરિયા સુધીનું કર્યું છે કામ-
અક્ષય કુમારે તેના સંઘર્ષના દિવસોમાં રસોઈ બનાવવાથી લઈને કાર્ડ વેચવા સુધીનું કામ કર્યું છે. માર્શલ આર્ટ માટે બેંગકોક ગયા બાદ ત્યાંથી બાંગ્લાદેશ જવાનું થયું. ત્યાંથી કોલકાતામાં અક્ષય એક ટ્રાવેલ એજન્સીમાં પણ કામ કરતો હતો. કોલકાતાથી અક્ષય મુંબઈ પહોંચ્યો જ્યાં તેણે જ્વેલરી વેચવાનું કામ કર્યું.


ગોવિંદાને જોઈને હીરો બનવાનું સપનું જોયું-
આખરે કામની શોધમાં અક્ષય કુમાર માયાનગરી મુંબઈ પહોંચ્યો હતો. ત્યારે જાણીતા ફોટોગ્રાફર જયેશ પાસે જઈને સહાયક બનાવવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે ફોટોગ્રાફરની મદદમાં લાઈટો ઉંચવા સુધીના તમામ કામ કર્યા. એક દિવસ અક્ષય કામ દરમિયાન ગોવિંદાના કેટલાક ફોટા આપવા ગયો. તે જ સમયે ગોવિંદાએ અક્ષયને જોઈને કહ્યું કે તું હીરો કેમ નથી બની જતો. બસ આ જ વાત સાંભળી અક્ષય કુમારે બોલીવુડમાં કરિયર બનાવવાનું નક્કી કરી લીધું. 


7 સેકન્ડના રોલે રાજીવમાંથી બનાવ્યો અક્ષય-
ફિલ્મોમાં આવવા માટે અક્ષય કુમારે વર્ષ 1990માં એક્ટિંગનો કોર્સ કર્યો હતો. ત્યાર બાદ તેને 1987માં મહેશ ભટ્ટ નિર્દેશિત ફિલ્મ આજમાં કામ કરવાની તક મળી હતી.  પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અક્ષય કુમારને ખબર પડી કે તેનો રોલ તો માત્ર 7 સેકન્ડનું જ છે. આ ફિલ્મમાં હીરોનું નામ અક્ષય હતું. જેનાથી પ્રેરણા લઈ રાજીવ ભાટિયામાંથી અક્ષય કુમાર બન્યો.


મેકઅપ આર્ટિસ્ટે હીરો બનાવ્યો-
ફિલ્મોમાં કામ કરવા માટે અક્ષય પોતાના પોર્ટફોલિયો સાથે દરેક સ્ટુડિયોમાં ફરતો હતો. આ દરમિયાન તેની મુલાકાત મેક-અપ આર્ટિસ્ટ નરેન્દ્ર સાથે થઈ. નરેન્દ્ર અક્ષય કુમારનો પોર્ટફોલિયો લઈને એક ફિલ્મ ડિરેક્ટર પાસે ગયો અને ત્યાંથી અક્ષયના નસીબે વળાંક લીધો. જ્યાં અક્ષય કુમારને એક જ દિવસમાં ત્રણ ફિલ્મોની ઓફર મળી હતી. આ ઓફરની સાથે તેમને પહેલીવાર 5,100 રૂપિયાની સાઈનિંગ એમાઉન્ટ પણ આપવામાં આવી હતી.


સૌગંધથી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી-
બોલિવૂડમાં અભિનેતા તરીકે અક્ષય કુમારની પહેલી ફિલ્મ 1991માં આવેલી સૌગંધ હતી. એના બીજા જ વર્ષે 1992માં અક્ષયની ફિલ્મ ખિલાડી રીલિઝ થઈ હતી. જેણે અક્ષય કુમારને ખરેખર બોલિવૂડનો ખિલાડી બનાવી દીધો. અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ખિલાડી અક્ષયની પહેલી સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી બોલીવુડમાં અક્ષયનું કરિયર પાટા પર આવ્યું હતું. ત્યાર બાદ મેં ખિલાડી તુ અનારી, મોહરા, સબસે બડા ખિલાડી, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, ખિલાડીઓ કા ખિલાડી, દિલ તો પાગલ હૈ જેવી ઘણી હિટ ફિલ્મો આવી.


ફિલ્મ ગરમ મસાલાએ અપાવ્યો પ્રથમ એવોર્ડ-
વર્ષ 2000માં આવેલી ફિલ્મ હેરા ફેરીમાં અક્ષય કુમારના અભિનયએ તેની કોમેડિયન ઈમેજ રજૂ કરી હતી. હેરા ફેરી પછી તેણે અન્ય કોમેડી ફિલ્મો આવારા પાગલ દિવાના, મુઝસે શાદી કરોગી, ગરમ મસાલામાં કામ કર્યું છે. જોકે અક્ષય કુમારને ગરમ મસાલા માટે શ્રેષ્ઠ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે 2001માં અક્ષયને ફિલ્મ અજનબી માટે ફિલ્મફેર શ્રેષ્ઠ ખલનાયકનો એવોર્ડ મળ્યો હતો.


55 વર્ષની ઉંમરે પણ 25 વર્ષનો યુવાન લાગે છે-
કસરસ સહિત નિયમિતતામાં અક્ષય કુમારનું નામ સૌથી મોખરે આવે છે. અક્ષય કુમારની દિનચર્યા સવારે 4 વાગ્યાથી શરૂ થાય છે. શૂટિંગ પછી અક્ષય કુમાર સાંજે 5 વાગ્યા સુધીમાં ઘરે પાછા ફરે છે. જેથી તે રાત્રે 9 વાગ્યે સૂઈ શકે.