ખાન પરિવારની વહુ બનવા માંગતી હતી મહેશ ભટ્ટની પુત્રી, પરંતુ સલમાન સાથે હતો 36નો આંકડો
Sohail Khan Pooja Bhatt Relationship: બોલીવુડમાં એવી અનેક પ્રેમકહાનીઓ છે, જે અધૂરી રહી ગઈ. સલમાનની કહાનીની જેમ એના ભાઈની પણ પ્રેમકહાની રહી ચૂકી છે. મહેશભટ્ટની પુત્રી જોડે સલમાનના ભાઈના રિલેશન હતા તે વાત ઘણાં ઓછા લોકોને ખબર હશે.
મુંબઈઃ પૂજા ભટ્ટ કે જે આલિયા ભટ્ટની સોતેલી બહેન છે, તે એક સમયે ખાન પરિવારની વહુ બનવા માગતી હતી. ખાન પરિવારના બધા લોકો પણ પૂજાને પસંદ કરતા હતા, માત્ર સલમાન ખાન સિવાય. મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટે 90નાં દાયકામાં અનેક ફિલ્મોમાં કામ કર્યુ. ફિલ્મી કરિયર દરમિયાન પૂજા ભટ્ટનું નામ અનેક એક્ટર્સ સાથે જોડયુ હતુ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે પૂજા ભટ્ટ સલમાન ખાનનાં નાના ભાઈ સોહેલ ખાન સાથે રિલેશનમાં હતી અને આ વાતનો ખુલાસો તેણે જાતે ખુલ્લેઆમ કર્યો હતો.
સલમાન ખાનનાં નાના ભાઈ સોહેલ ખાનનાં લગ્ન સીમા ખાન સાથે થયા તેની પહેલા તેઓ પૂજા સાથે રિલેશનમાં હતા. બંને એકબીજાની એટલા નજીક હતા કે, લગ્નનો પ્લાન પણ કરી લીધો હતો. જોકે, લગ્ન થયા નહીં. 1995માં સ્ટારડસ્ટ મેગેઝીનનાં એક ઈન્ટરવ્યૂમાં પૂજા ભટ્ટે સોહેલ સાથેના સંબંધો અને તેના ભાઈ સલમાન ખાનની સાથે પોતાના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. તે સમયે પૂજા અને સલમાન વચ્ચે થોડી ખટાશ ચાલી રહી હતી.
પૂજાએ ખોલ્યા દિલના રાઝ-
સોહેલ અને તેના પરિવાર વિશે સવાલ પૂછવામાં આવતા બોમ્બે બેગમ અભિનેત્રીએ કહ્યું, ‘હું તેમના પરિવાર સાથે સહજ રીતે ભળી શકુ છું. તેઓ સારા લોકો છે, મને ત્યાં જઈને ઘણુ સારુ લાગે છે. એવુ લાગે છે કે જાણે મારા ઘર જેવો સંબંધ છે. હું તેમનુ સન્માન કરુ છે. તેઓ મારી બધી વાત પસંદ કરે છે, તેઓ મારા પરિવાર જેવા છે.’
સોહેલ સાથે લગ્ન કરવા માગતી હતી પૂજા-
સોહેલ ખાનની સાથે પોતાના સંબંધો અને લગ્નની પ્લાનિંગ વિશે વાત કરતા કહ્યું કે, ‘ મને ખબર છે કે, ઘણા લોકોને અમારા રિલેશન પસંદ નથી. પરંતુ હું પ્રતિક્રિયા આપવામાં સમય વેડફવા નથી માગતી. અમે ચોક્કસથી લગ્ન કરવા માગીએ છે. પરંતુ સોહેલ એક નિર્દેશકના રૂપમાં પોતાના નવા કરિયરની શરૂઆત કરવા માગે છે. અને હું લગ્નનો ફાઈનલ નિર્ણય લેતા પહેલા 2 વર્ષ રાહ જોવા માગુ છું. ઈચ્છુ છુ કે, અમે એકબીજા સાથે સમય પસાર કરીએ.
‘સમાજની કોઈ ચિંતા નથી’-
એક્ટ્રેસે જણાવ્યું કે, ‘અમારા સંબંધો ઘણા કારણોસર આગળ વધ્યો અને સારો ચાલ્યો. તેનુ કારણ છે, વિશ્વાસ, સન્માન અને સમજદારી. અમે અમારા સંબંધોની કિંમત જાણીએ છે. લોકો અમારા વિશે વાતો કરશે. પરંતુ હું મેચ્યોર છું અને પોતાની જાતને સંભાળી શકું છું. હું મારી જિંદગી મારી શરતો પર જીવુ છું. મને દુનિયાની વાતોથી કોઈ ફેર નથી પડતો.’
બંનેના રસ્તા થયા અલગ-
જોકે, આ સંબંધ વધુ આગળ ન ચાલ્યો અને સોહેલ ખાને 1998માં સીમા ખાન સાથે લગ્ન કરી લીધા અને તેમને 2 બાળકો પણ છે. બીજીબાજુ પૂજા ભટ્ટે વર્ષ 2004માં બિઝનેસ મેન મનીષ મખીજા સાથે લગ્ન કર્યા. પરંતુ વર્ષ 2011માં બંને અલગ થઈ ગયા.