Sanjeev Kumar Death Mystery: 'અર્જુન પંડિત', 'શોલે', 'આંધી', 'ત્રિશૂલ', 'દસ્તક', 'અંગૂર' અને 'શિકાર' જેવી સારી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય કરનાર સંજીવ કુમારની ગણતરી આજે પણ 70-80 ના દાયકાના ટોપ સ્ટાર્સમાં કરવામાં આવે છે. આજે ભલે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો આજે પણ તેમના ફેન્સના દિલમાં જીવિત છે. સંજીવ કુમારે પોતાના કેરિયરની શરૂઆત 1965 માં બનેલી ફિલ્મ 'નિશાન' થી કરી હતી. ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Multibagger Return: 1 વર્ષમાં 171% રિટર્ન, FD માં તો સપનામાં પણ નહી મળે આટલો ફાયદો!
સોનાના ભાવમાં લાગ્યો મોંઘવારીનો કરંટ, બે મહિના 11 હજાર મોંઘુ થયું સોનું


સંજીવ કુમારે પોતાની કારકિર્દીમાં ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું. જો કે, અભિનેતાએ માત્ર 47 વર્ષની વયે દુનિયા છોડી દીધી હતી. જો કે, તેમના દાદા, પિતા અને ભાઈઓની જેમ તેમનું મૃત્યુ પણ એક મિસ્ટ્રી બનીને રહી ગયું, પરંતુ કહેવાય છે કે તેમને લાગવા માંડ્યું કે તેઓ 50 વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામશે અને આ ડરને કારણે તેમણે ક્યારેય લગ્ન કર્યા ન હતા. સંજીવ કુમારનું વર્ષ 1985માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું.


રતન ટાટાના પરિવારની આ પુત્રીઓ, કેમેરાથી રહે છે દૂર, સંભાળે છે અબજોનો બિઝનેસ
ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન


સંજીવને થતો હતો તેમની મૃત્યુંનો આભાસ
એટલું જ નહીં, સંજીવ કુમારે પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ ક્યારેય વૃદ્ધ નહીં થાય. હકિકતમાં,  સંજીવે ઘણી ફિલ્મોમાં વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર એક્ટ્રેસ તબસ્સુમે તેને પૂછ્યું હતું કે આટલી નાની હોવા છતાં તમે વૃદ્ધ વ્યક્તિનો રોલ કેમ કરો છો? અને સંજીવે જવાબ આપ્યો હતો કે, 'હું ક્યારેય વૃદ્ધ થવાનો નથી, કારણ કે મારા પરિવારના મોટાભાગના લોકોની જેમ હું પણ 50 વર્ષની ઉંમર પહેલા મૃત્યુ પામીશ'.


Beetroot: બીટ ખરેખર 'શાકભાજીની વાયગ્રા' છે? જાણો શું કહે છે વિજ્ઞાન
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, કિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી લુક


તમામનું નિધન હાર્ટ એટેકથી થયું હતું
તાઇટ હનીફ જાવેરીએ પોતાના પુસ્તાક 'એન એક્ટર્સ એક્ટર: ધ ઓથોરાઇસ્ડ બાયોગ્રાફી ઓફ સંજીવ કુમાર' માં તેમની અને તેમના પરિવારના વ્યક્તિના મોત વિશે જણાવ્યું છે એક્ટરના દાદા શિવલાલ જરીવાલા, પિતા જેઠાલાલ જરીવાલા, ભાઇ કિશોર જરીવાલા અને નિકુલ જરીવાલાનું મોત પણ 50 વર્ષથી ઓછી ઉંમરમાં થયું હતું. આશ્વર્યની વાત એ છે કે તમામનું નિધન હાર્ટ એટેકથી થયું હતું. તમને જણાવી દઇએ કે સંજીવ કુમારનું અસલી નામ હરિલાલ જેઠાલાલ જરીવાલા હતું અને બધા તેમને પ્રેમથી હરીભાઇ બોલાવતા હતા. 


નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર
Money Upay: આ 5 કામ કરવાથી માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા, લાગી જશે ધનના અંબાર