Non Veg in Navratri: નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર

Non veg in Navratri: હાલમાં આખા દેશમાં નવરાત્રિમાં નોનવેજ ખાવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. બિહારના આરજેડી નેતા તેજસ્વી યાદવ દ્વારા નવરાત્રિમાં માછલી ખાવાનો વીડિયો સામે આવ્યા બાદ પીએમ મોદી નરેન્દ્ર મોદીએ પણ તેમના પર ટોણો માર્યો છે. 

Non Veg in Navratri: નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર

Tejashwi Yadav non veg vivaad: નવરાત્રિમાં નોનવેજ કેમ ખાતા નથી: લોકસભા ચૂંટણી 2024 માટે ચાલી રહેલા પ્રચાર વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે નોનવેજને લઇને ચર્ચા શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ બિહારના આરજેડી નેતા તેજસ્વી યાદવનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે નવરાત્રિમાં માછલી ખાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમનો શ્રાવણ મહિનામાં પણ નોનવેજ ખાતો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે. 

હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતા શ્રાવણ અને ચૈત્રી નવરાત્રિના દિવસોમાં નોનવેજ ખાવાના વીડિયો પર બબાલ મચી અને જોરદાર રાજકીય નિવેદનબાજી શરૂ થઇ ગઇ. 12 એપ્રિલના રોજ ઉધમપુરમાં એક રેલીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો અને ટોણો માર્યો કે નવરાત્રિમાં નોનવેજ ખાઇને કોને ખુશ કરવા માંગે છે. જવા દો, આ તો રાજકીય નિવેદનબાજીની વાત થઇ, પરંતુ આ દરમિયાન એ પણ જાણવું જરૂરી છે કે નવરાત્રિમાં નોનવેજ ખાવાની કેમ મનાઇ કરવામાં આવી છે. 

હિંદુ ધર્મમાં પાપ છે જીવ હત્યા
ઇન્દોરના જ્યોતિષાચાર્ય ભાનુ ચૌબે કહે છે કે હિંદુ ધર્મમાં જીવ હત્યાને ખોટી માનવામાં આવે છે. એટલા માટે તેના આધાર પર નોનવેજ ખાવું યોગ્ય નથી. એટલા માટે કે હિંદુ ધર્મમાં હંમેશા સાત્વિક ભોજનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી વાત શ્રાવણ-નવરાત્રિ અથવા અન્ય પર્વ-તહેવારોની છે તો આ અવસર પર વિશેષ દિવસ હોય છે. આ દિવસોનું ખાસ મહત્વ હોય છે અને ઇશ્વરીય કૃપા મેળવવા માટે લોકો આ દિવસોમાં પૂજા અર્ચના કરે છે. ધર્મ શાસ્ત્રોના અનુસાર પૂજા પાઠનું પુરૂ ફળ પણ મળે છે, જ્યારે વ્યક્તિનું ખાન પાન, કપડાં, વિચાર પવિત્ર હોય. એટલા માટે શ્રાવણ મહિના, નવરાત્રિના 9 દિવસ સહિત વ્રત-તહેવાર જેવા પવિત્ર દિવસોમાં ખાસ કરીને નોનવેજ ખાવું ન જોઇએ.  

ભોજન સાથે વિચારોની પણ સાત્વિકતા
એક કહેવત છે- જેવું અન્ન એવો કોડકાર' આ વાત પણ એ વાતનો ચરિતાર્થ કરે છે કે જેવું તમે ભોજન કરો છો, તેવું તમારું મન અને વિચાર રહે છે. જો સાત્વિક ભોજન કરશો તો મન પણ સકારાત્મક રહેશે, વ્યક્તિની વિચારસણી પણ સારી રહેશે. 

પંડિત ભાનુ ચૌબે કહે છે કે જ્યાં સુધી વાત ફૂડ સાઇકલ અથવા ખાદ્ય ચક્રની છે તો આ ધારણા હિંદુ ધર્મની નથી. હિંદુ ધર્મમાં દરેક પશુ-પક્ષીને જીવ કહેવામાં આવે છે. કારણ કે તેની અંદર આત્મા છે. એવામાં તેને મારીને ખાનાર વ્યક્તિને પરમાત્માથી દૂર કરે છે. ધર્મ પાલન અને ભગવત પ્રાપ્તિ માટે જરૂરી છે કે વ્યક્તિના ખાન પાન સાથે પોતાના વિચાર અને વાણીને પણ શુદ્ધ પવિત્ર રાખો. એટલે કે ના તો મનમાં ખરાબ વિચાર લાવો અને ના તો કંઇ ખરાબ બોલો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news