મુંબઈ : ટીવીસ્ટાર્સ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટના લગ્નજીવન વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે આ બંનેના લગ્નજીવનમાં કડવાશ વ્યાપી ગઈ છે અને બંને બહુ જલ્દી ડિવોર્સ લઈ લેવા માગે છે. રિદ્ધિ અને રાકેશના મતભેદ એટલા વધી ગયા છે કે તેઓ એક દિવસ માટે પણ સાથે નથી રહેવા માગતા. મળતી જાણકારી પ્રમાણે રિદ્ધિ છેલ્લા કેટલાક સમયથી પતિ રાકેશ સાથે નથી રહેતી. બંનેએ ભારે અણબનાવને કારણે ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"202262","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સ્પોટબોય.કોમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ સમાચારની પુષ્ટિ કરવા માટે રાકેશ બાપટને અનેક કોલ અને વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યા પણ તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો. આ સિવાય રિદ્ધિ અને રાકેશની નજીકની મિત્ર આશા નેગીને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રિદ્ધિ મારી સારી મિત્ર છે અને મને બધી વાતની ખબર છે પણ  હું આ વિશે કંઈ વધારે વાત નહીં કરી શકું. 


GOOGLEની મદદથી અજાણી વ્યક્તિની અક્ષયકુમારના ઘરમાં ઘુસણખોરી, અપનાવી 'આ' ટ્રીક


રિદ્ધિ અને રાકેશ ટેલિવિઝનની દુનિયાનું જાણીતું નામ છે. રાકેશે પોતાની કરિયરની શરૂઆત 2001માં આવેલી ફિલ્મ તુમ બિનથી કરી હતી. આ એક સફળ ફિલ્મ હતી. આ પછી રાકેશ કુબુલ હૈં, મર્યાદા અને હમારી બહુ રજનીકાંતમાં જોવા મળ્યો હતો. રિદ્ધિ પણ વો અપના સા, મર્યાદા અને લાગી તુઝસે લગન જેવા શોમાં દમદાર રોલ કરી ચૂકી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....