મિથુનની તબિયત લથડી, તાબડતોબ સારવાર માટે ભાગવું પડ્યું અમેરિકા કારણ કે...
મિથુનની સાથે તેના પુત્ર અને પુત્રવધૂ ગયા છે
મુંબઈ : બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવતીને હાલમાં અમેરિકાના લોસ એન્જેલસની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મિથુનને એકાએક ભારે પીઠદર્દ થતા તેને તાબડતોબ અમેરિકા લઈ જવો પડ્યો છે. તેને છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય પીઠદર્દની સમસ્યા સતાવી રહી હતી.
મળતી માહિતી પ્રમાણે મિથુનની સાથે તેના પુત્ર અને પુત્રવધૂ ગયા છે અને તેઓ જ હોસ્પિટલમાં તેની સારસંભાળ રાખી રહ્યા છે. હાલમાં તેમને પીઠદર્દમાંથી થોડી રાહત મળી છે. વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘લકી’માં એક્શન સિન કર્યો હતો. આ દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી. આ પછી તે પીઠદર્દની બીમારીથી પીડાઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 2016માં તેમણે પોતાના તમામ પ્રોજેક્ટમાંથી બ્રેક લઈને સારવાર કરાવી હતી. હાલમાં પણ તેમણે પોતાના બધા પ્રોજેક્ટ કેન્સલ કરીને સારવાર લીધી છે.
હેપી બર્થ-ડે : આ હિરોઇને તાત્કાલિક કર્યા હતા ઘડિયા લગ્ન, પતિ 'ગે' હોવાના હતા ચાન્સ !
રિપોર્ટ અનુસાર સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે અને પછી તે વિવેક અગ્નિહોત્રીની અને રામ ગોપાલવર્માની ફિલ્મમાં જોવા મળશે. હાલમાં તેને પોતાના કેટલાક પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો છે તેમજ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે.