• જ્હાન્વી મહેતા જૂહી ચાવલા અને જય મહેતાની દીકરી છે

  • જ્હાન્વી મહેતા બોલિવુડની લાઈફસ્ટાઈલથી અલગ જિંદગી જીવે છે

  • બોલિવુડની નાપસંદ કરનારી જ્હાન્વીને લેખિકા બનવું છે 


ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડમાં સ્ટાર કિડ્સનો દબદબો છે. અનેક સ્ટાર્સના સંતાનો પોતાના માતાપિતાની મદદથી અને વગથી બોલિવુડમાં એન્ટ્રી કરે છે. પરંતુ કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે, જેઓ બોલિવુડની ઝાકમઝોળથી દૂર રહે છે. તેઓને બોલિવુડની આકર્ષક દુનિયા ગમતી નથી. આમાં એક નામ છે જ્હાનવી મહેતા. તમે એક્ટ્રેસ જુહી ચાવલાને તો જાણતા હશો, પણ તેની દીકરી જ્હાન્વી મહેતાને ભાગ્યે જ કોઈ ઓળખે છે. બોલિવુડની લાઈફથી દૂર રહીને 19 વર્ષની જ્હાન્વી તેના માતાપિતાના બિઝનેસને આગળ વધારી રહી છે. એટલુ જ નહિ, તે એક સ્કોલર સ્ટુડન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જ્હાન્વી મહેતા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તે આઈપીએલની હરાજી (IPL Auction) માં પ્રીતિ ઝિંટાની સામે ધડાધડ બોલી રહી હતી અને પ્રીતિને જોરદાર ચેલેન્જ આપી રહી હતી. તે સમયે પ્રીતિ ઝિંટા પણ જ્હાન્વી મહેતાની ફેન થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ પ્રીતિએ જ્હાન્વીના ભરપેટ વખાણ કર્યા હતા. જ્હાન્વી મહેતાની લાઈફસ્ટાઈલ બોલિવુડના અન્ય સ્ટાર સંતાનો કરતા સાવ અલગ છે. 



જ્હાન્વીના અભ્યાસની વાત કરીએ તો તે પણ મુંબઈની ફેમસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છે. જ્યાં દેશભરના અમીર ખાનદાનના સંતાનો ભણએ છે. તેના ભાઈ અર્જુન મહેતાએ પણ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. પરંતુ જ્હાન્વી બોલિવુડમાં જવા નથી માંગતી. સ્કૂલિંગ બાદ બંને ભાઈ-બહેન આગળના અભ્યાસ માટે લંડન જતા રહ્યા. ઈંગ્લેન્ડની સરે કાઉન્ડીમાં ચાર્ટર હાઉસ બોર્ડિંગ સ્કૂલમાં બંનેએ આગળનો અભ્યાસ કર્યો. હવે જ્હાન્વીનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. 



ટોપર હતી જ્હાન્વી
પોતાના સ્કૂલિંગ દરમિયાન જ્હાન્વી હંમેશા ટોપર રહી છે. તે હંમેશા સ્કૂલના ટોપ 10 સ્ટુડન્ટ્સમાં સ્થાન મેળવતી. માતા જુહી ચાવલા પણ જ્હાન્વીની આ સફળતા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેમણે લખ્યું હતું કે, મને મારી દીકરી પર ગર્વ છે. 



લેખિકા બનવા માટે છે જ્હાન્વી
જ્હાન્વી મહેતા હંમેશા લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે. તો સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. જ્હાન્વી મહેતાને લાઈમલાઈટમાં રહેવુ જરા પણ પસંદ નથી. પરંતુ તેને લખવાનો શોખ છે. તે આગળ જઈને લેખિકા બનવા માંગે છે. જોકે, તેને દિપીકા પાદુકોણ અને વરુણ ધવનની ફિલ્મો જોવી વધુ ગમે છે.