નવી દિલ્હી: જયારે ખુશીઓની ઉજવણી કરતી વખતે અચાનક શોક થાય છે, તો તે હકીકત છે કે દુર બેઠેલા લોકો પણ દુ:ખ અને શોકની લાગણીઓમાં ડૂબી જાય છે. ખાસકરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રી તો દેશમાં આવેલી કોઇપણ મુશ્કેલીમાં જનતાની સાથે હોય છે. કંઇક એવું જ થયું શુક્રવારની રાત્રે, જ્યારે અચાનક દશેરાની ઉજવણી કરતા દેશ ભરમાં અમૃતસર દુર્ઘટનાના વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. જોતજોતામાં સોશિયલ મીડિયા પર દશેરાની ઉજવણી સમગ્ર દેશ માટે શોકમાં ફેરવાઇ ગઇ હતી. એવામાં જ બોલીવુડના સ્ટાર્સે પણ અમૃતસર દુર્ધટના પર શોક વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્ટાર્સમાં કેટાલાકે દુ:ખ વ્યક્ત કર્યું તો કેટલાકના શબ્દોમાં સરકારની બેદરકારી પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો હતો. આલિયા ભટ્ટે રાત્રે 10 લાગે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘#AmritsarTrainAccident દિલના ધબકારા વધી ગયા છે, ભયાનક ઘણી ભયાનક ઘટના થઇ છે... આ માત્ર વધુ એક ઉદાહરણ છે સાવધાની અને સુરક્ષા પ્રતી આપણી મોટી બેદરકારી પૂર્ણ દૃષ્ટિકોણનું... બધા માચે પ્રાર્થનાઓ’


જાણો કેમ ઇમોશનલ થયો કરણ જોહર, કહ્યું- ‘ગર્વ છે મારા સ્ટૂડેન્ટ્સ પર’


ત્યારે ફરહાન અખ્તર પણ થોડા ગુસ્સામાં જોવા મળ્યો, તેણ લખ્યું હતું કે, ‘અમૃતસરમાં ઘણા લોકોની મૃત્યુ અંગેના સમાચાર વિશે મને દુઃખ થાય છે. સાર્વજનિક સ્થળો પર સુરક્ષાને લઇ વધુ ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે. આ દુર્ઘટના દ્વારા અસરગ્રસ્ત તમામ પરિવારો માટે હું સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’ 


#Me Too: જાતિય શોષણના આરોપો બાદ દીપિકાના પૂર્વ મેનેજરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ


આ ઘટના પર અનુપમ ખેરે કહ્યું હતું કે, ‘અમૃતસરમાં દૂર્ઘટનાગ્રસ્ત ટ્રેન દૂર્ઘટનાથી ભયભીત છું, મારા દિલને મોટો આઘાત લાગ્યો છે. મારુ દિલ તે લોકો પાસે જ છે જેમણે આ દૂર્ઘટનામાં તેમના મિત્રો અને પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. ભગવાન તેમને આ ભયાનક દૂર્ઘટના સામે લડવાની તાકાત અને સાહસ આપે. સહાનુભૂતિ અને પ્રાર્થનાઓ...’


બધાઇ હો મૂવી રિવ્યૂ: બેક ટુ બેક મનોરંજક મૂવીઝ માટે બોલિવૂડને 'બધાઇ હો' !


બોલીવુડના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...