Wedding Bells: બોલીવુડનો મોસ્ટ એલિજિબલ બેચલર એક્ટર કરવા જઈ રહ્યો છે લગ્ન, આ રીતે ફેન્સ સાથે શેર કર્યા ગુડ ન્યુઝ
Abhay Deol Wedding: કપૂર પરિવાર બાદ હવે દેઓલ પરિવારમાં લગ્નની શહેનાઈઓ વાગવા જઈ રહી છે. બોલીવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર દેઓલના ભત્રીજા અભય દેઓલ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.
Abhay Deol Confirms Wedding: બોલીવુડમાં માત્ર સલમાન ખાન જ એક મોસ્ટ એલિજિબલ બેચરલ નથી. તેમની સાથે આ એક એક્ટર પણ એવો છે જેના હજુ સુધી લગ્ન થયા નથી. જો કે, અભિનેતાએ પોતાના લગ્નને લઇને ખુલ્લીને વાત કરી છે અને ક્લિયર હિંટ પણ આપી છે. સુપરસ્ટાર ધર્મેન્દ્ર દેઓલના ભત્રીજા અને સની દેઓલ અને બોબી દેઓલના કઝીન અભય દેઓલના લગ્નને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલીવુડ અભિનેતા અભય દેઓલ 46 વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે.
'દેવ ડી' અને 'જિંદગી ના મિલેગી દોબારા' જેવી ફિલ્મોમાં કામ કરી અભય દેઓલે ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અભય દેઓલ લગ્ન અને અફેર્સને લઇને ઘણી વખત ચર્ચામાં આવી ચુક્યા છે. પરંતુ અભય આ પ્રકારના સમાચારો પર રિએક્ટ કરતા નથી. ત્યારે તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા અભય દેઓલે પોતાના લગ્નને લઇને મૌન તોડ્યું છે અને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરી છે. અભય દેઓલે ખુલાસો કર્યો છે તે લગ્ન કરવા જઈ રહ્યા છે.
રાહુલ વૈદ્યએ ટ્વીટ કરી કહ્યું- મારી પત્નીએ મોકલી ન્યુડ તસવીર... ઉર્ફી જાવેદે જવાબ આપતા કહ્યું...
તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'જંગલ ક્રાય'ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અભિનેતાને તેમના લગ્ન કરવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું. તેમને તે મિસ્ટ્રી વુમન વિશે પણ સવાલ કરવામાં આવ્યો જેને તેઓ હાલ ડેટ કરી રહ્યા છે. તેના જવાબમાં અભય દેઓલે કહ્યું- 'મારા લગ્ન થઈ રહ્યા છે.' જો કે, તેમણે અન્ય સવાલોના જવાબ આપ્યા ન હતા. જો કે, થોડા દિવસ પહેલા અભય દેઓલે તેમની ગર્લફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા પર કેટલીક સિઝલિંગ તસવીરો પોસ્ટ કરી હતી જે ખુબ જ વાયરલ થઈ હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube