નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા તરફથી બિઝનેસમેન નેસ વાડિયા વિરૂદ્ધ નોંધાવેલી છેડતીની ફરિયાદને બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે છેલ્લી સુનાવણીમાં બંને પક્ષોને વાતચીતથી મામલો ઉકેલી લેવાનો વિકલ્પ આપ્યો હતો. પ્રીતિએ 2014માં નેસ વાડિયા વિરૂદ્ધ છેડતી અને ધમકી દેવાનો મામલો રજિસ્ટર્ડ કરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન પંજાબની ટીમના પાર્ટનર્સ પ્રીતિ અને નેસ વચ્ચે આ પ્રકરણ ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું હતું. નેસ દ્વારા આ કેસ પડતો મૂકવાની અરજી કરવામાં આવી હતી જેની સુનાવણીમાં ખંડપીઠે આ બન્ને જાણીતા ચહેરાઓને સન્માનપૂર્વક આપસી સમજૂતીથી આ કેસ પાછો ખેંચી લેવાની સૂચના અને સલાહ આપી હતી.


પ્રીતિએ આ ફરિયાદ કરતી વખતે મુંબઈ પોલીસને ચાર તસવીર સોંપી હતી જેમાં તેના જમણા હાથ પર ખેંચાખેંચીના નિશાન દેખાય છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...