Exclusive ! જાન્હવી અને ઇશાન વિશે પાપા બોની કપૂરનું ધાર્યું ન હોય એવું વલણ
`ધડક`ની રિલીઝ પછી પણ ઇશાન અને જહાન્વી અનેકવાર સાથે જોવા મળ્યા છે
મુંબઈ : શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’ મેગાહિટ સાબિત થઈ છે. આ જોડીને દર્શકોએ પણ બહુ પસંદ કરી છે. જાન્હવી અને ઇશાન આ ફિલ્મના શૂટિંગ વખતે એકબીજાની નજીક આવી ગયા છે અને તેમની કેમિસ્ટ્રી ઓન સ્ક્રીન નહીં પણ ઓફ સ્ક્રીન પણ જોવા મળી રહી છે.
ફિલ્મની રિલીઝ પછી પણ ઇશાન અને જહાન્વી અનેક જગ્યાએ એકસાથે જોવા મળ્યા હતા. ઓફસ્ક્રીન પણ તેમની કેમિસ્ટ્રી જબરદસ્ત હતી. આ બંને એકબીજાની આંખોમાં જોતા જોવા મળ્યા હતા. ચર્ચા પ્રમાણે આ બંને ઇન્ડસ્ટ્રીના નવા લવબર્ડ છે. બોલિવૂડ લાઇફને મળેલી જાણકારી પ્રમાણે ઇશાન અને જાન્હવીના સંબંધને જાન્હવીના પિતા બોની કપૂરે પરવાનગી આપી દીધી છે. આમ, ઇશાન અને જાન્હવીની રિલેશનશીપને પરિવારનું ગ્રીન સિગ્નલ મળી ગયું છે. સામાન્ય રીતે હિરોઇનના માતા-પિતા પહેલી ફિલ્મની રિલીઝ પછી તરત રિલેશનશીપની પરવાનગી નથી આપતા પણ બોની કપૂરનો અભિગમ બીજા કરતા અલગ સાબિત થયો છે.
ઇશાન જ નહીં પણ જાન્હવી પણ ઇશાનના પરિવારની પણ નજીક છે. આ કારણે જ શાહિદ કપૂરના ઘરે થયેલી બેબી શાવરની પાર્ટીમાં ઇશાનની સાથેસાથે જાન્હવી પણ જોવા મળી હતી.