નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીની ફિલ્મ 'બાગી 2'ની રિલીઝને બે દિવસ થા હતા અને ફિલ્મે પહેલાં જ દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. આ ફિલ્મે પહેલા દિવસે 25 કરોડ રૂ. અને બીજા દિવસે 22 કરોડ રૂ.નો બિઝનેસ કર્યો હતો. હવે ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત વધારો થયો છે અને ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 28 કરોડ રૂ.નો બિઝનેસ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં રવિવારે લગભગ 28 કરોડ રૂ. સુધીનો બિઝનેસ કર્યો છે. આમ, આ ફિલ્મે કુલ 75 કરોડ રૂ. જેટલી કમાણી કરી છે. ટાઇગર અને દિશાની આ ફિલ્મને દર્શકોનો મિક્સ રિવ્યુ મળ્યો છે. કેટલાક લોકોને ફિલ્મ બહુ ગમી છે તો કેટલાક લોકોને વાર્તા ખાસ પસંદ નથી પડી. જોકે ફિલ્મમાં ટાઇગર શ્રોફની એક્ટિંગ અને એક્શને બધાનું દિલ જીતી લીધું છે. બાગી 2નું ડિરેક્શન અહમદ ખાને કર્યું છે. 



બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટણીની ફિલ્મ બાગી 2 શુક્રવારે રિલીઝ થઈ અને ફિલ્મે પ્રથમ દિવસે જ તમામને ચોંકાવી દીધાઆ ફિલ્મે પદ્માવતના પ્રથમ દિવસના કલેક્શનને પાછળ રાખી દીધું હતું અને વર્ષની સૌથી મોટી આપનિંગ ફિલ્મ બની ગઈ છે. 


ફિલ્મમાં ટાઇગર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફે રોનીની ભૂમિકામાં છે અને એક કમાન્ડોની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે નેહા (દિશા) તેના કોલેજની લવરની ભૂમિકામાં છે અને તેના લગ્ન બીજા સાથે થઈ જાય છે અને ચાર વર્ષ બાદ બંન્નેની મુલાકાત થાય છે. નેહા, રોની પાસેથી તેની કિડનેપ થયેલી બાળકીને શોધવા માટે મદદ માંગે છે અને અહીંથી સ્ટોરી બદલાઇ જાય છે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ અને દિશાના પતિની ભૂમિકામાં છે. પ્રતીક બબ્બર એ દિશાના દિયર સનીની ભૂમિકામાં છે. 


પ્રથમ કડીમાં રોનીને સની પર શંકા જાય છે. પરંતુ નેહાના પતિ શેખરનો રોલ ભજવી રહેલ દર્શન કુમાર રોનીને જણાવે છે કે તેની કોઇ પુત્રી છે જ નહીં. તેવામાં ફિલ્મની સ્ટોરી કોમ્પ્લેક્સ થઈ જાય છે. નવી નવી વાતો સામે આવે છે, પરંતુ આ બધા વચ્ચે શું રોની આ મિસ્ટ્રીને ઉકેલવામાં સફળ થાય છે કે નહીં ? તે માટે તમારે સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોવી પડશે.