નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલમાં ચર્ચામાં છવાયેલો છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી તેની ફિલ્મ કબીર સિંહ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પ્રેમ, બ્રેકઅપ અને જુદાઈના વિષય પર બનેલી આ ફિલ્મમાં શાહિદનો અલગ જ લુક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહિદની સાથે કિયારા અડવાણીની જોડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


[[{"fid":"221621","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે બોક્સઓફિસ પર પહેલા દિવસે  20.21 કરોડ અને બીજા દિવસે 22.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે રવિવારે કુલ 27.91 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આમ, કબીરે સિંહે રિલીઝના ત્રણ દિવસની અંદર જ કુલ 70.83 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રૂપિયા જ હતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...