નવી દિલ્હી: સલમાન ખાનનો પ્રેમ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે. આ વાત ફરી એખવાર સાબિત થઇ ગઇ છે. હાલમાં જ ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું બોક્સ ઓફિસ ક્લેક્શન આ વાતને સાબિત કરી રહ્યું છે. ફિલ્મે જ્યારે પહેલા દિવસે જોરદાર ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. ત્યારે ચોથા દિવસે પણ કમાણીનો સિલસિલો યથાવત રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Video: આ અભિનેત્રીના ઘરમાં સવાર સવારમાં વાંદરો ઘૂસી આવ્યો, મચાવ્યો ઉત્પાત


ચોથા દિવસે પણ ભાઈજાનની ફિલ્મની કમાણીમાં જોરદાર ઉઠાળો આવ્યો હતો. દરેકને આશા હતી કે, ચોથા દિવસે ફિલ્મ 100 કરોડના આંકડાને પાર કરી જશે. પંરતુ ફિલ્મ 100 કરોડના આંકડાને એટલા જબરદસ્ત રીતે પાર કર્યો છે કે, ફિલ્મની કમાણી હવે સીધી સવા સો કરોડ પહોંચવા આવી છે.


'ભારત' હિટ થતાં જ સલમાને કર્યું ઇદ 2020 રિલીઝનું એલાન, ભણસાલીની સાથે મળીને કરશે ધમાકો


આજે (રવિવાર) પહોંચશે દોઢ સો કરોડ!
હવે આ ફિલ્મ પ્રત્યે લોકોનો પ્રેમ જોઇને એવું લાગી રહ્યું છે કે 100 કરોડ પહોંચવાના બીજા દિવસે એટલે કે આજે રવિવારે ફિલ્મ લગભગ દોઢ સો કરોડની કમાણી કરવામાં સફળ થઇ શકે છે. કેમકે જ્યાં શુક્રવારના કલેક્શનમાં થોડો ઘટાડો થયો હતો. ત્યાં શનિવારે ફિલ્મનાં કલેક્શનમાં ફરીથી ઉઠાળો આવ્યો હતો અને તેને જોઇને રવિવારની કમાણીથી આશા લગાવવી ખોટી નથી.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...