'ભારત' હિટ થતાં જ સલમાને કર્યું ઇદ 2020 રિલીઝનું એલાન, ભણસાલીની સાથે મળીને કરશે ધમાકો

સલમાન ખાનને આ ઇદ પર ફિલ્મ 'ભારત'ને હિટ થઇને ઇદી તો આપી દીધી છે. ફિલ્મને બે દિવસમાં જ 73 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં પહોંચી જશે. 'ભારત' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતાં જ સલમાન ખાને ફેન્સને પોતાની આગામી ઇદ રિલીઝ ફિલ્મનું નામ બતાવી દીધું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇંશાલ્લાહ' વર્ષ 2020માં ઇદ પર રિલીઝ થશે. 
'ભારત' હિટ થતાં જ સલમાને કર્યું ઇદ 2020 રિલીઝનું એલાન, ભણસાલીની સાથે મળીને કરશે ધમાકો

નવી દિલ્હી: સલમાન ખાનને આ ઇદ પર ફિલ્મ 'ભારત'ને હિટ થઇને ઇદી તો આપી દીધી છે. ફિલ્મને બે દિવસમાં જ 73 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં પહોંચી જશે. 'ભારત' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતાં જ સલમાન ખાને ફેન્સને પોતાની આગામી ઇદ રિલીઝ ફિલ્મનું નામ બતાવી દીધું છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇંશાલ્લાહ' વર્ષ 2020માં ઇદ પર રિલીઝ થશે. 

— Komal Nahta (@KomalNahta) June 6, 2019

કોમલ નહાટાએ પોસ્ટ પર કંફોર્મ કરતાં લખ્યું કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીની જોડી ફરી એકવાર ધમાકો કરવા માટે તૈયાર છે. ફિલ્મ 'ઇંશાલ્લાહ' વર્ષ 2020ની ઇદ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પહેલીવાર સલમાન ખાનની જોડી આલિયા ભટ્ટની સાથે જોવા મળશે. 

તાજેતરમાં જ આયોજિત કાર્યક્રમમાં સલમાન ખાનને સંજય લીલા ભણસાલી સાથે ફરીથી કામ કરવા વિશે પૂછવામાં આવ્યું તો સલમાન ખાને કહ્યું હતું કે સેત પર ઘણા ઝઘડા થશે, હા તમે સાચું સાંભળી રહ્યા છો કે ફિલ્મ 'ઇંશાલ્લાહ', ઇંશા અલ્લાહ જલદી શરૂ થશે. આ શેડ્યૂલ રસપ્રદ હશે અને તેમાં ઘણા ઝઘડા થશે. કારણ કે સંજય અને મારો સંબંધ એવો જ છે. 

— Alia Bhatt (@aliaa08) March 19, 2019

તમને જણાવી દઇએ કે સંજય લીલા ભણસાલી 20 વર્ષ બાદ સલમાન ખાન સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. આ પહેલાં સલમાને વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ઓન સ્ક્રીન જોડીએ ફેન્સના દિલમાં સ્થાન બનાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news