નવી દિલ્હી : આ વખતે 15 ઓગસ્ટે બોક્સઓફિસ પર જબરદસ્ત જંગ જામવાનો છે. અક્ષયકુમારની 'ગોલ્ડ‍', જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે' તેમજ દેઓલપરિવારની 'યમલા પગલા દીવાના ફિર સે' એમ ત્રણેય ફિલ્મો 15 ઓગસ્ટે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. હકીકતમાં ત્રણેય ફિલ્મો ખાસ દિવસનો ફાયદો ઉપાડવા ઇચ્છતી હતી. જોકે અક્ષયકુમારની દેશભક્તિ તેમજ સ્પોર્ટસની ભાવનાથી ભરપુર 'ગોલ્ડ‍' તેમજ ભ્રષ્ટાચાર સામે જંગ દર્શાવતી 'સત્યમેવ જયતે' સાથે સ્પર્ધામાં ન ઉતરવું પડે એટલે દેઓલપરિવારે તેમની ફિલ્મની રિલીઝની તારીખ આગળ લંબાવી દીધી છે. 


મનોરંજન જગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...