નવી દિલ્હી : ક્રિસમસ વખતે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ઝીરો બોક્સ ઓફિસ પર ખાસ ચમત્કાર નથી કરી શકી. આ ફિલ્મની ચાહકો અને સમીક્ષકો બંનેએ ટીકા કરી છે. જોકે આમ છતાં આ ફિલ્મ એક અઠવાડિયા પછી 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી છે. આ આંકડા જોઈને લાગે છે કે ફિલ્મ આવતા અઠવાડિયે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી શકે છે. જોકે આ ફિલ્મ સાથે જ રિલીઝ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ 'કેજીએફ'એ વર્લ્ડવાઇડ 100 કરોડ રૂપિયા કરતા વધારે બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ હિન્દીમાં પણ સારી કમાણી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ પંડિતોના આંકડા પ્રમાણે 6 દિવસમાં ઝીરોએ 81 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બુધવારે ફિલ્મે પાંચ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 


આ છે સોનાક્ષીનો નવો બોયફ્રેન્ડ ! નામ જાણીને કહેશો ક્યાં ફસાણી...


આ બંને ફિલ્મોને મળેલા સ્ક્રિન્સમાં પણ ભારે તફાવત છે. ઝીરોને આખી દુનિયામાં લગભગ 5965 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવી છે જ્યારે KGFને માત્ર 1500 સ્ક્રીન્સ મળી છે. છેલ્લા કેટલાક સમયથી શાહરૂખની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શકી. તેની ફિલ્મો જબ હેરી મેટ સેજલ, ડિયર ઝિંદગી અને રઇસ ફ્લોપ સાબિત થઈ હતી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...