Box Office પર ઉરીએ જીત્યું દેશનું દિલ, મારી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
આ ફિલ્મે 10 દિવસની અંદર જ મોટી સિદ્ધિ મેળવી છે
નવી દિલ્હી : આ વર્ષની શરૂઆત ધમાકેદાર ફિલ્મ ઉરીથી થઈ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બધાનું દિલ જીતી લીધું. 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે. આ ફિલ્મે 10 દિવસની અંદર બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ફિલ્મે પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. આ ફિલ્મ દેશભક્તિના જોશથી ભરાયેલી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર ફિલ્મના આંકડા શેયર કરીને મીડિયમ બજેટ ફિલ્મોની 100 કરોડ ક્લબમાં એન્ટ્રીનો ચાર્ટ શેયર કર્યો છે.
કરીના અને મલાઇકાની આ તસવીરે મચાવી દીધી ધમાલ, શું છે ખાસિયત જાણવા કરો ક્લિક
આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પહેલા દિવસે જ 8.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે શનિવારે 12.43 કરોડ રૂપિયા, રવિવારે 15.10 કરોડ રૂપિયા, સોમવારે 10.51 કરોડ રૂપિયા તેમજ મંગળવારે 9.57 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે.