નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર તેમજ એક્ટર ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક' આ અઠવાડિયે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે 8.71 કરોડ રૂ. તેમજ બીજા દિવસે11.04 કરોડ રૂ.ની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે અને હવે પોતાના ત્રીજા દિવસની કમાણીથી 'ધડક' બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે 13.92 કરોડ રૂ.ની કમાણી કરી છે. આમ, 'ધડક'એ ત્રણ દિવસમાં કુલ 33.67 કરોડ રૂ.ની કમાણી કરી છે. દર્શકોનો પ્રતિભાવ જોઈને લાગે છે કે તેમને જાન્હવી અને ઇશાનની જોડી પસંદ પડી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...