Box Office પર ચાલી ગયો અજય-તબુનો જાદુ, દે દે પ્યાર દેની બે દિવસમાં છપ્પરફાડ કમાણી
![Box Office પર ચાલી ગયો અજય-તબુનો જાદુ, દે દે પ્યાર દેની બે દિવસમાં છપ્પરફાડ કમાણી Box Office પર ચાલી ગયો અજય-તબુનો જાદુ, દે દે પ્યાર દેની બે દિવસમાં છપ્પરફાડ કમાણી](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2019/05/19/215929-382493-ajay-tbu.jpg?itok=ade0vtX5)
આ ફિલ્મની વાર્તા જોઈએ તો લંડનમાં રહેતો આશિષ મહેરા (અજય દેવગન) 50 વર્ષનો NRI બિઝનેસમેન છે. તે 26 વર્ષની આઇશા ખુરાનાના પ્રેમમાં પડી છે. આઇશા એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છે જે વિકેન્ડમાં બારટેન્ડર તરીકે કામ કરે છે
નવી દિલ્હી : બોલિવૂડમાં કેટલીક જોડીઓ વર્ષો સુધી ચાહકોમાં લોકપ્રિય હોય છે. આવી સદાબહાર જોડી અજય દેવગન અને તબુની છે. આ જોડી તેમની લેટેસ્ટ ફિલ્મ દે દે પ્યાર દેમાં જોવા મળી છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે બે દિવસની અંદર 23 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં તબુ અને અજય દેવગન સિવાય રકુલ પ્રીત પણ લીડ રોલમાં છે અને આ ફિલ્મ તેમના ચાહકોને પસંદ પડી રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મને ચાર સ્ટાર આપ્યા છે. તરણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની બે દિવસની કમાણી પોસ્ટ કરી છે. આ ફિલ્મે શુક્રવારે 10.41 કરોડ રૂપિયાનો તો શનિવારે 13.39 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આમ, ફિલ્મે બે દિવસમાં કુલ 23.80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....