નવી દિલ્હીઃ કોરોના વાયરસ (coronavirus)ના સંક્રમણને કારણે બ્રિટનના જાણીતા ડોમેડિયન ટિમ બ્રુક-ટેલર (Tim Brooke-Taylor)નું નિધન થઈ ગયું છે. તેઓ 79 વર્ષના હતા. બ્રુક-ટેલર 'ગુડીઝ'ના નામથી જાણીતા હાસ્ય કલાકારોની ત્રિપુટીના સભ્ય હતા. બ્રુક-ટેલરના પરિવારજનોએ જણાવ્યું કે, બ્રુક-ટેલરનું કોવિડ 19ને કારણે નિધન થઈ ગયું છે. તેમણે 1960માં ટીવી અને રેડિયોથી કોમેડી શરૂ કરી હતી. બ્રુક-ટેલરે ગુડીઝ તરીકે ગ્રીમ ગાર્ડન અને બિલ ઓડીની સાથે કામ કર્યું હતું. આ સિવાય 1975માં તેમનું ગીત ફંકી ગિબન ખુબ પ્રખ્યાત બન્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રુક-ટેલરના પ્રતિનિધિએ કહ્યું કે, તેમનું રવિવારની સવારે કોવિડ-19થી નિધન થઈ ગયું છે. આ પ્રથમ મામલો નથી જ્યારે કોરોના સંક્રમણથી કોઈ જાણીતા કલાકારે જીવ ગુમાવ્યો છે. આ પહેલા એક કોમેડિયન, બે સિંગર અને 4 હોલીવુડ એક્ટરો કોરોના સામે લડતા જીવ ગુમવી ચુક્યા છે. 


મહત્વનું છે કે બ્રિટનમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે 9875 લોકોના મૃત્યુ થયા છે અને સંક્રમણના કુલ 78,991 કેસ નોંધાયા છે. 


તો વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારની સંખ્યા રવિવારે એક લાખ નવ હજારને પાર કરી ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર કોવિડ 19ની મહામારીને કારણે વિશ્વમાં 1,09,307 લોકોના જીવ ગયા છે. ચીનમાં ડિસેમ્બરમાં મહામારીની શરૂઆત થયા બાદ અત્યાર સુધી વિશ્વના 193 દેશો અને ક્ષેત્રોમાં સંક્રમણના કુલ મામલાની સંખ્યા  1,780,750થઈ વધુ થઈ ગઈ છે. જેમાંથી ઓછામાં ઓછા  3,59,200  પીડિતો સ્વસ્થ પણ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર