પટના: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ 14 જૂનના રોજ મુંબઇના બાંદ્વા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતની મોતે બોલીવુડથી માંડીને દેશને હચમચાવી દીધો છે. ફક્ત 34 વર્ષની ઉંમરમાં સફળતાની ઉંચાઇઓ સુધી પહોંચી ચૂકેલા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ સંસ્કાર 15 જૂનના રોજ મુંબઇમાં કરવામાં આવ્યા હતા. પરંતુ સુશાંત સિંહ રાજપૂતના ગયા પછી હવે બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકાર મુશ્કેલીઓમાં ઘેરાઇ ગયા છે. કારણ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત કેસમાં 9 લોકોના નિવેદન લીધા, હવે Rhea Chakraborty ની પૂછપરછ કરશે પોલીસ


બિહારના મુજફ્ફરપુર કોર્ટમાં ફિલ્મી હસ્તીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં સલમાન ખાન, આદિત્ય ચોપડા, કરણ જોહર, સાજિદ નડીયાદવાલા, સંજય લીલા ભણસાલી અને એકતા કપૂર સહિત 8 વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર કલમ 306, 109, 504, 506 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા છે. એડવોકેટ સુધી ઓઝાએ આરોપ લગાવ્યો છે કે ષડયંત્ર હેઠળ સુશાંત સિંહ રાજપૂતને બિહારી હોવાના કારણે બોયકોટ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પર આગામી સુનાવણી 3 જુલાઇના રોજ પર મુલતવી રાખવામાં આવી છે. 


તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર તેમના પિતરાઇ ભાઇ અને ધારાસભ્ય નીરજ બબલૂએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બોલીવુડના ઘણા લોકો તેમની ઇર્ષા કરતા હતા. તે સ્થાન પર પહોંચ્યા તે સ્થાન પર આજે પણ ઘણા લોકો પહોંચી શક્યા ન હતા અને તેમને સુશાંત સિંહ રાજપૂતથી ઇર્ષા થતી હતી.  


તેમણે કહ્યું કે સમય આવતાં તે લોકોના નામ પણ લેશે અને તેમને રાજ્ય સરકાર પાસે આ કેસની તપાસની પણ માંગ કરી છે, જેને સ્વિકારી પણ લેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતએ રવિવારે સવારે મુંબઇમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube