નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તેલગુ દેશમના સંસ્થાપક NT રામારાવના જીવન પર આધારીત ફિલ્મ ‘લક્ષ્મી NTR’ની રીલિઝ પર રોક સામે અરજી દાખલ કરવા પર જલ્દી સુનાવણી કરવા પર ઇનકાર કરી દીધો છે. વાસ્તવમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે રામગોપલ વર્માની ફિલ્મ રીલિઝ પર રોક લગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચે નિર્માતાના વકિલને કહ્યું કે, નિયત કાર્યવાહી હેઠળ અરજીની સુનાવણી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કૃતિ સેનનનો હોટ ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, સ્વિમિંગ સૂટમાં મચાવી ધમાલ...


તમને જણાવી દઇએ કે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે લક્ષ્મી એનટીઆર ફિલ્મ રીલિઝ થવાના એક દિવસ પહેલા આદેશ જાહેર કર્યો હતો કે આ ફિલ્મ આંધ્ર પ્રદેશમાં રીલિઝ નહીં થાય. કહેવામાં આવે છે કે કોર્ટે 3 એપ્રિલ સુધી બે અજ્ઞાત લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ટાળી દીધી હતી. અરજીકર્તા લોકસભા ચૂંટણી સુધી ફિલ્મને રીલિઝ ન થવા દેવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થશે.


વધુમાં વાંચો: આલિયા અને રણબીર વિશે સોની રાઝદાનનું મહત્વનું નિવેદન, કહ્યું મને પસંદ નથી કે...


મૂવીને મળ્યો મિશ્ર રિવ્યૂ
ત્યારે, ફિલ્મના પ્રોડ્યૂસરનું કહેવું હતું કે સેન્સર બોર્ડે ફિલ્મને સર્ટિફિકેટ આપી દીધુ છે. તેલંગાણા હાઇકોર્ટે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાથી ઇનકાર કર્યો છે. આ ફિલ્મમાં એક્ટર-રાજનેતા એનટી રામારાવના જીવનમાં તેમની બીજી પત્ની લક્ષ્મી પાર્વતીની એન્ટ્રી બાદની સફર દેખાડવામાં આવી છે. મૂવીને તેલંગાણામાં રિલીઝ કરવામાં આવી છે. ત્યાંના દર્શકોએ રામગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી મૂવીને મિશ્ર રિવ્યૂ આપ્યો છે.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...