કૃતિ સેનનનો હોટ ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, સ્વિમિંગ સૂટમાં મચાવી ધમાલ...

બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનનો સ્વિમિંગ સૂટવાળો હોટ ફોટો આજકાલ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યો છે. કૃતિ સેનનનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

કૃતિ સેનનનો હોટ ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, સ્વિમિંગ સૂટમાં મચાવી ધમાલ...

નવી દિલ્હી : બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અવારનવાર તે ઇન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો અને ફોટો શેયર કરતી રહે છે. રવિવારે તેણીએ પોતાનો એક ફોટો શેયર કર્યો, જે દેખતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. આ ફોટામાં કૃતિ બ્લ્યૂ કલરના સ્વિમિંગ સૂટમાં દેખાય છે. આ દિવસોમાં કૃતિ માલદીવમાં છે અને આ તસ્વીર ત્યાંની છે. 

અર્જુન પટિયાલામાં દેખાશે કૃતિ
તમને જણાવીએ કે, કૃતિ સેનન અને દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ અર્જુન પટિયાલા 19 જુલાઇએ રિલીઝ થવાની છે. પહેલા આ ફિલ્મ 3 મે ના રોજ રિલીઝ થવાની હતી. ટી સીરીઝ અને મૈડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ભૂષણ કુમાર અને દિનેશ વિજાને કો પ્રોડ્યૂસ કરી છે. રોહિત જુગરાજ નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં દિલજીત અને વરૂણ પોલીસ અધિકારીના અભિનયમાં દેખાશે. 

લુકા છુપી એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
કૃતિ સેનનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લુકા છુપી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન સાથે કાર્તિક આર્યન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news