નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput) મામલાની તપાસ સીબીઆઈએ પૂરી કરી લીધી છે. સીબીઆઈને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઈ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ પ્લે મળ્યું નથી. સૂત્રો પ્રમાણે સીબીઆઈની તપાસ હવે પૂરી થઈ ચુકી છે અને તે પોતાનો રિપોર્ટ જલદી પટનાની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે સીબીઆઈએ 8 ઓક્ટોબરે સુશાંતના જીજાજી અને ફરીદાબાદના કમિશનર OP સિંહ અને સુશાંતની બહેન નીતૂની બપોર બાદ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ સીબીઆઈની તપાસ હવે પૂરી થઈ ચુકી છે. 


ક્લોઝર રિપોર્ટ દાખલ કરી શકે છે  CBI
સૂત્રોનું તે પણ કહેવું છે કે સીબીઆઈ ચાર્જશીટના રૂપમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી શકે છે. પોતાની તપાસમાં મળેલા તમામ પરિસ્થિતિજન્ય પૂરાવાના આધાર પર રિયાને આરોપી બનાવવાનો નિર્ણય કોર્ટ પર છોડી શકે છે. 


સુબ્રમણ્યમ સ્વામીએ એમ્સની ટીમ પર ઉઠાવ્યા સવાલ
તો ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સ (AIIMS)ના રિપોર્ટ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયને જાણકારી આપવામાં આવી નથી. 


Taimur ખુદને સમજે છે 'ભગવાન રામ', સૈફ અલી ખાને કર્યો રસપ્રદ ખુલાસો  


સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે કે શું એમ્સની ટિમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે પછી માત્ર કૂપર હોસ્પિટલના હોક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો? શું ડોક્ટર સુધીર ગુપ્તાને ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તેઓ ઈન્ટરવ્યુ આપે? શું એમ્સની ટીમે પુરાવા નાશ કરવા અંગે તપાસ કરી? શું મોતના કારણો પર એક નિશ્ચિત મત બનાવવા માટે ફોરેન્સિક મેડિકલના દ્રષ્ટિકોણથી સામગ્રી અપૂરતી હતી? અને શું સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ કેસને મંત્રાલયના મેડિકલ બોર્ડને મોકલવા પર વિચાર કરશે?


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube