નવી દિલ્હી: એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે સીબીઆઇ (CBI) તેના કુક નીરજની પૂછપરછમાં કુલ 8 સવાલોના જવાબ જાણવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ નીરજની સુશાંતના મોતના દિવસે 13 જૂનના થયેલી ઘટનાઓ વિશે પૂછપરછ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant Suicide Case: જાણો રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની ક્યારથી થઇ રહી છે મુલાકાત?


સીબીઆઇ નીરજથી પૂછ્યા આ સવાલ:


  1. કોણ કોણ સુશાંતની મોતના સમયે રૂમમાં હાજર હતા?

  2. સુશાંત અન્ય લોકો સાથે કેટલો સમય પસાર કરતો હતો?

  3. સુશાંતનો વ્યવહાર કેવો હતો, ખાસ કરીને 13 જૂનના?

  4. શું સુશાંતે તે દિવસે સામાન્ય ખોરાક ખાધો હતો?

  5. સુશાંત સિંહ કેટલા વાગે સુવા માટે ગયો હતો?

  6. સુશાંતની બોડી સૌથી પહેલા કોણે જોઇ?

  7. શું કોઇએ સુશાંતની બોડી ઉતારવા માટે કહ્યું હતું? જો હા તો તે કોણ હતું?

  8. પીસીઆરને ક્યારે કોલ કરવામાં આવ્યો અને તે કોલ કોણે કર્યો હતો?


નીરજની પૂછપરછ આ કારણથી કરવામાં આવી રહી છે કેમ કે, તે તેઓમાંથી છે જેમણે સુશાંતની બોડી સૌથી પહેલા જોઇ હતી. આ પૂછપરછના આધાર પર સીબીઆઇને ક્રાઇમ સીનનું રિક્રિએશન કરવામાં મદદ મળશે.


આ પણ વાંચો:- Sushant Singh Rajputના ઘરનો દરવાજા ખોલનાર Key Makerનો Zee News પર મોટો ખુલાસો


સીબીઆઇ સુશાંતના ઘર પર ઘટનાનું રિક્રિએશન કરવાની તૈયારી કરી રહી છે. આ કારણથી નીરજની ગેસ્ટ હાઉસમાં પૂછપરછ થઇ રહી છે. ક્રાઇમ સીનનું રિક્રિએશનના સમયે સીબીઆઇ નીરજને પણ પોતાની સાથે રાખી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર