નવી દિલ્હી : બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan) અને ઋષી કપુર (Rishi Kapoor) બાદ હવે બોલિવુડ ફિલ્મ ઉદ્યોગે આજે એક વધારે રત્ન ગુમાવી દીધું છે. ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના (The Film and Television Producers Guild of India) સીઇઓ કુલમીત મક્કડનું (Kulmeet Makkar) નિંધન થઇ ગયું છે. ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%એ પહોંચ્યો: સ્વાસ્થય મંત્રાલય

અશોક પંડિતે ટ્વીટ કરીને લખ્યું કે, મારા પ્રિય મિત્ર કુલમીતના નિધનના સમાચાર સાંભળીને ખુબ જ ખરાબ અનુભવી રહ્યા છે. ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના સીઇઓનું ધર્મશાળામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તમારી ખુબ જ યાદ આવશે. પરિવાર પ્રત્યે મારી સહાનુભુતિ છે.


ઉદ્ધવ ઠાકરેને રાહત મળી પણ ચેન નહીં, જાણો મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 બેઠકોનું ગણિત

બીજી તરફ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે પણ કુલમીતનાં નિધન અંગે શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, કુલમીત તુમ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાનાં મજબુત સ્તંભ હતા. તમે ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે હંમેશા કામ કર્યું છે. તુમ ઝડપથી છોડીને જતા રહ્યા તમારી યાદ આવશે. તમારી આત્માને શાંતિ મળી મારા દોસ્ત. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ જગતને આ સતત ઝટકો લાગી રહ્યો છે. આ અગાઉ ગુરૂવારે 67 વર્ષનાં ઋષી કપુરે મુંબઇમાં પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો, બીજી તરફ 53 વર્ષનાં ઇરફાન ખાનનું બુધવારે નિધન થઇ ગયું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube