દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, રિકવરી રેટ 25.37%એ પહોંચ્યો: સ્વાસ્થય મંત્રાલય
Trending Photos
નવી દિલ્હી : દેશમાં કોરોનાં દર્દીઓની સંખ્યા વધીને 35 હજારની પાર થઇ ચુકી છે. ગત્ત 24 કલાકમાં 1993 સંક્રમિત વધ્યા છે અને 73નાં મોત થઇ ચુક્યા છે. આ સંક્રમણથી દર્દીઓનો રિકવરી રેટ પણ 25.37 % થઇ ગયો છે. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે અહીં માહિતી આપી હતી. અગ્રવાલે કહ્યું કે, દેશમાં કોરોનાથી અત્યાર સુધી 35043 કેસ સામે આવ્યા છે. 8889 દર્દી સાજા થયા છે. આ મહામારીમાં અત્યાર સુધી 1147 નાં મોત થયા છે.
25007 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગત્ત 24 કલાકમાં 73 લોકોનાં મોત થયા છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે કડક નિગરાની જરૂરી છે. દેસમાં તમામ જિલ્લાઓને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. તમાને માસ્ક પહેરવા જોઇએ. ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો. ફિઝિકલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે.
સરકારે ફસાયેલા પ્રવાસી મજુરોને પોતાનાં ગૃહ રાજ્યમાં પરત લાવવા માટેની અનુમતી આપી દીધી છે. ગૃહમંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્યસલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટ્રેન દ્વારા ફસાયેલા લોકોનાં આવન જાવન માટે નિર્દેશ દિધા છે. રાજ્ય સરકાર અને રેલમંત્રાલય આ આવન જાવન સુનિશ્ચિત કરશે.
કેન્દ્ર સરકારનાં અર્ધસૈનિક દળ કોરોના મહામારીના સમયમાં સમગ્ર દેશમાં મોટી મદદ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સીઆરપીએફએ દિલ્હીથી લઇને દંતેવાડા સુધી લોકોની મદદ પહોંચાડી છે. રાયપુરમાં એક લાક કિલો ચોખા પણ વિતરિત કર્યા છે. તેની સાથે ટેલીમેડિસિનની સુવિધા પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આ પ્રકારે સશસ્ત્ર સીમા દળ નેપાળ ભારત સીમા પર ફસાયેલા લોકોને મુસીબતમાં મદદ પહોંચાડી રહ્યું છે. સાથે જ સીઆઇએસએફ બીએસએફ પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણની વિરુદ્ધ જંગમાં લોકોને પોતાની પદ્ધતીથી મદદ પહોંચાડી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે