લગ્ન પછી આ મામલામાં દીપિકાથી આગળ નીકળી ગઈ પ્રિયંકા !
દીપિકા પાદુકોણે ઇટાલીમાં અને પ્રિયંકા ચોપડાએ જોધપુરમાં લગ્ન કર્યા છે
નવી દિલ્હી : બોલિવૂડની બે લોકપ્રિય હિરોઇનો દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. દીપિકાએ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે ઇટાલીમાં અને પ્રિયંકા ચોપડાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે રાજસ્થાનના જોધપુરમાં રોયલ વેડિંગ કર્યા છે. પ્રિયંકા તેના પતિ કરતા 10 વર્ષ મોટી છે અને આ કારણે તેમની જોડી વધારે ચર્ચાસ્પદ બની છે.
લગ્ન બાદ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સતત ચર્ચામાં રહ્યા છે. દિલ્હીમાં શાનદાર રિસેપ્શન બાદ ગઈકાલે પ્રિયંકા અને નિક મુંબઈ પાછા ફર્યા હતા. પ્રિયંકા લગ્ન પછી પતિની સંસ્કૃતિ અને કુટુંબને સંપૂર્ણપણે અપનાવી લેવા માંગે છે. આથી જ તેણે પોતાનું નામ બદલીને પ્રિયંકા ચોપરા જોનસ કરી નાંખ્યું છે. પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામ બદલને પ્રિયંકા ચોપરા જોનસ કરી નાંખ્યું છે. જોકે લગ્ન પછી દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાનું નામ નથી બદલ્યું.
Video : બીહડના ડાકુઓની જંગ છે 'સોન ચિડિયા', ટ્રેલર જોઈને થથરી જશો
પ્રિયંકાની કટ્ટર હરીફ દીપિકા પાદુકોણ પણ લગ્ન પછી મેગેઝિન્સને ઈન્ટરવ્યુ આપી રહી છે. લગ્ન દરમિયાન પણ સતત પ્રિયંકા અને દીપિકાની સરખામણી થઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણેએ અત્યાર સુધી પોતાની સરનેમ કે નામમાં કોઈ બદલાવ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ દીપિકાના સસરાએ મજાકમાં કહ્યું હતું કે- ‘મસ્તાની અભી ભવનાની હો ગઈ’ પરંતુ દીપિકાએ હજુ સુધી પોતાની અટક બદલી નથી. મળતી માહિતી પ્રમાણે એક જાણીતા એસ્ટ્રોલોજરે દીપિકાને લગ્ન પછી નામ ન બદલવાની સલાહ આપી છે.