મુંબઈ : 'બડે અચ્છે લગતે  હૈં', 'કુમકુમ', 'ભક્તિ હી શક્તિ હૈ' જેવી સિરિયલમાં દેખાયેલી એક્ટ્રેસ ચાહત ખન્નાએ 2013માં બોયફ્રેન્ડ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. ચાર વર્ષમાં બે બાળકોની માતા બની ગયેલી ચાહતે ગયા મહિને પતિ સાથે તલાક લેવાની અરજી કરી દીધી છે. ચાહતના આ નિર્ણય પછી વિવાદ થયો હતો પણ તેણે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. આખરે બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ચાહતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના પતિના રાક્ષસી અત્યાચારની વિગતો જણાવી છે અને કહ્યું છે કે તેની પાસે ઘરેથી ભાગવા સિવાય કોઈ રસ્તો નહોતો. ચાહતને અત્યારે બે પુત્રીઓ જોહર અને અમાયરા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેહા ધૂપિયાએ શેયર કરી દીકરીની પહેલી તસવીર, નામ પાડ્યું છે...


ચાહતના આ બીજા લગ્ન છે. ચાહતે પહેલા લગ્ન બિઝનેસમેન ભરત નરસિંઘાની સાથે કર્યા હતા. જોકે આ લગ્નનો પણ અંત આવી ગયો હતો.  ચાહતે કહ્યું, ‘ફરહાન મારા પર પ્રોસ્ટિટ્યૂટ હોવાના અને મારા કો-એક્ટર સાથે મારા અફેર હોવાના આરોપ લગાવતો હતો. મારી તબિયત ખરાબ હોતી ત્યારે પણ ફરહાન મને ડોક્ટર પાસે લઈ જવાને બદલે મારી સાથે સેક્સ કરવા માટે દબાણ કરતો હતો. ફરહાન મારો પીછો કરતો હતો અને મારા પર નજર રાખતો હતો. આ ઉપરાંત તે મારી સાથે મારપીટ પણ કરતો હતો.’ 


ચાહતે એવા પણ આરોપ લગાવ્યા કે, ફરહાને તેની કાર અને જ્વેલેરી વેચી દીધી. ચાહત એમ પણ કહે છે કે, તેના બે લગ્ન નિષ્ફળ ગયા બાદ હવે ભવિષ્યમાં તેનો લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...