Taali Motion Poster: વેબ સિરીઝ આર્યા પછી બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન તેની આગામી વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવેસ્ટ ગૌરી સાવંતની ભૂમિકા નિભાવતી જોવા મળશે. સુસ્મિતા સેનની આ વેબ સીરીઝની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. તેવામાં આ વેબ સિરીઝનું નવું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેને લઈને દર્શકોની આતુરતા વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુસ્મિતા સેને તેની નવી વેબ સિરીઝ તાલીનું મોશન પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં તેનો દમદાર ડાયલોગ અને તેની પાવરફુલ આંખો જોવા મળે છે. આ વેબ સિરીઝમાં સુસ્મિતા સેન અલગ જ અવતારમાં જોવા મળશે. 


આ પણ વાંચો:


રામ ચરણે દીકરીના નામકરણની શેર કરી તસવીરો, સૌથી અલગ અને ખાસ છે દીકરીનું નામ


બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પછી અક્ષય કુમારે પકડી કોમેડીની રાહ, આવી રહી છે હાઉસફુલ 5


Kangana Ranaut: કંગનાની ફિલ્મ ચંદ્રમુખી 2ની રિલીઝ ડેટ અનાઉંસ, આ તહેવાર પર થશે રિલીઝ


સુસ્મિતા સેનની આ નવી વેબ સિરીઝ જીઓ સિનેમા પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તાલી વેબ સિરીઝના આ નવા મોશન પોસ્ટરથી એક વાત તો નક્કી થઈ ગઈ કે સુસ્મિતા સેન વધુ એક વખત લોકોને એકદમદાર વેબ સિરીઝ ભેટ તરીકે આપશે. 



અભિનેત્રી સુસ્મિતા સેન તેના પાવરફુલ રોલ્સ માટે ઓળખાય છે. આ પહેલા આર્યા વેબ સિરીઝમાં પણ લોકોએ સુસ્મિતા સેનને ખૂબ જ પસંદ કરી હતી. ત્યારે હવે એક વધુ વેબ સિરીઝમાં સુસ્મિતા સેન જોવા મળશે. જોકે આ વેબ સિરીઝ ક્યારે રિલીઝ થશે તેનું એનાઉન્સમેન્ટ હજુ સુધી કરવામાં આવ્યું નથી.