Housefull 5: બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પછી અક્ષય કુમારે ફરી પકડી કોમેડીની રાહ, હાઉસફુલ 5નું કર્યું એલાન

Housefull 5: એક સુપરહીટ ફિલ્મની રાહ જોતા અક્ષયે ફરીથી કોમેડીની રાહ પકડી છે. જી હાં અહીં વાત થઈ રહી છે હાઉસફુલ 5 ની. અક્ષય કુમારે સત્તાવાર રીતે હાઉસફુલ 5 ની જાહેરાત કરી દીધી છે. કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી હાઉસફુલનો આ પાંચમો ભાગ હશે જે વર્ષ 2024ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરી પાંચ ગણી મજાનો દાવો કરી દીધો છે. 

Housefull 5: બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો પછી અક્ષય કુમારે ફરી પકડી કોમેડીની રાહ, હાઉસફુલ 5નું કર્યું એલાન

Housefull 5: બોલીવુડના ખીલાડી કુમાર જે હાલ ફ્લોપ ચાલી રહ્યા છે તેણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અક્ષય કુમાર જેણે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો જ આપી છે તેણે પોતાની નવી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. એક સમયે અક્ષય કુમાર બેક ટુ બેક હીટ ફિલ્મો આપતો એક્ટર હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તેણે બેક ટુ બેક 5 ફ્લોપ ફિલ્મો દર્શકોને આપી છે. 

આ પણ વાંચો:

આ ફ્લોપ ફિલ્મોમાં અક્ષય કુમારની અલગ અલગ જોનરની ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે એક સુપરહીટ ફિલ્મની રાહ જોતા અક્ષયે ફરીથી કોમેડીની રાહ પકડી છે. જી હાં અહીં વાત થઈ રહી છે હાઉસફુલ 5 ની. અક્ષય કુમારે સત્તાવાર રીતે હાઉસફુલ 5 ની જાહેરાત કરી દીધી છે. કોમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી હાઉસફુલનો આ પાંચમો ભાગ હશે જે વર્ષ 2024ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરી પાંચ ગણી મજાનો દાવો કરી દીધો છે. 

અક્ષય કુમારે સાજિદ નડિયાદવાલાની કોમેડી ફ્રેન્ચાઇઝી હાઉસફુલની પાંચમી ફિલ્મનું પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. હાઉસફુલ 5 ના આ પોસ્ટરની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'પાંચ ગણા ગાંડપણ માટે તૈયાર રહો'. તમારા માટે લાવી રહ્યો છું હાઉસફુલ 5. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાની કરશે. અક્ષય કુમારે હાઉસફુલ 5 રિલીઝ ડેટમાં દિવાળી 2024નો ઉલ્લેખ કર્યો છે. 

અક્ષય કુમારે છેલ્લે 5 બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપી છે. ત્યારે હવે અક્ષય કુમારની કારકિર્દી ઓહ માય ગોડ 2 અને હાઉસફુલ 5 પર ટકી છે. અક્ષય કુમારની ફ્લોપ ફિલ્મોની વાત કરીએ તો સેલ્ફી, રામસેતુ, રક્ષાબંધન, સમ્રાટ પૃથ્વીરાજ, બચ્ચન પાંડેનો સમાવેશ થાય છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news