નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ વર્ષ 2020માં દમદાર વાપસી માટે તૈયાર છે. વર્ષ 2019 રણવીર સિંહ માટે ખુબ લકી ચાલી રહ્યું છે અને દીપિકા પાદુકોણની આ વર્ષે એકપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. નવા વર્ષના પ્રારંભ પહેલા રણવીર અને દીપિકા સાથે ક્રિસમસની ઉજવણી કરતા જોવા મળ્યા છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. 


ફોટોમાં દીપિકા અને રણવીર એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યાં છે. દીપિકાએ ઓરેન્જ કલરનું સુંદર વૂલેન સ્વેટર પહેર્યું છે અને રેડ કલરના ટ્રેક સૂટમાં છે. તેના જેકેટ પર વ્હાઇટ કલરનું સ્ટ્રાઇપ્સ છે જે ખુબ કુલ લાગી રહ્યું છે. તસવીરના કેપ્શનમાં દીપિકાએ લખ્યું, 'મેરી ક્રિસમસ અમારા તરફથી. પર્સનલાઇઝ્ડ ડેકોરેટેડ ક્રિસમસ ટ્રી માટે સંપર્ક કરો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube