નવી દિલ્લીઃ વર્ષ 2021માં તેમની નેટવર્થ 18 મિલિયન ડૉલર હતી. ચંકી મહિનાના 50 લાખ જેટલું કમાઈ લે છે. તો વર્ષભરની તેમની કમાણી 6 કરોડ જેટલી છે. ચંકી ફિલ્મોની સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી સારી કમાણી કરી લે છે. બોલીવુડમાં કેટલાક એક્ટર્સ એવા પણ છે જે સફળ ન થયા પરંતુ પડદા પર તેમની હાજરીને ખૂબ જ વખાણવામાં આવી.  હિંદી સિનેમામાં પોતાના કૉમિક ટાઈમિંગથી દિલ જીતનાર ચંકી પાંડે (Chunky Pandey) ઘણીવાર સમાચારોમાં રહે છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ 80 ફિલ્મોમાં કામ કર્યું છે. ચંકી પાંડેએ પોતાના કરિયરની શરૂઆત 1987માં ફિલ્મ દરારથી કરી હતી. પરંતુ તેને ઓળખ ફિલ્મ તેજાબના મુન્નાના કિરદારથી મળી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક સફળ અને નિષ્ફળ ફિલ્મનો ભાગ રહેનારા ચંકી પાંડે આજે કોઈ ઓળખના મોહતાજ નથી. આજે તેઓ રાજાઓ જેવી જિંદગી જીવે છે. તેમની લાઈફસ્ટાઈલનને જોઈને કોઈ પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. શું તમને ખબર છે કે ચંકી પાંડે (Chunky Pandey) કરોડોની સંપત્તિના માલિક છે. caknowledge.comની રિપોર્ટ અનુસાર ચંકી પાંડે પાસે 132 રૂપિયાની કુલ સંપત્તિ છે.

વર્ષ 2021માં તેમની નેટવર્થ 18 મિલિયન ડૉલર હતી. ચંકી મહિનાના 50 લાખ જેટલું કમાઈ લે છે. તો વર્ષભરની તેમની કમાણી 6 કરોડ જેટલી છે. ચંકી ફિલ્મોની સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી સારી કમાણી કરી લે છે. ચંકી એક રેસ્ટોરન્ટના માલિક છે. પત્નીની સાથે તે મુંબઈમાં એક ઈવેન્ટ કંપની ‘Bollywood Electric’ પણ ચલાવે છે. ચંકી પાંડે (Chunky Pandey) મુંબઈના બ્રાંદ્રા (પશ્ચિમ) માં એક આલીશાન ઘરમાં રહે છે. ઘરની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. ચંકી પાંડેનું કાર કલેક્શન (Chunky Pandey Cars Collection)  પણ જોરદાર છે. તે રૉયલ ગાડીઓના શોખીન છે. તેની પાસે Range Rover, Mercedes-Benz E Class જેવી લક્ઝરી ગાડીઓ પણ છે.