પ્રિયંકાએ કોઈને નહોતું મોકલ્યું લગ્નનું કાર્ડ કારણ કે...માતાએ કર્યો મોટો ખુલાસો
રવિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભારતીય રિવાજ પ્રમાણે પ્રિયંકા અને નિકના લગ્ન થયા છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસે રવિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભારતીય રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે. આ પહેલાં તેમણે શનિવારે કેથોલિક વિધિથી લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાની માતા મધુ ચોપડાએ જણાવ્યું છે કે પ્રિયંકાના લગ્ન માટે કોઈ આમંત્રણ કાર્ડ છાપવામાં નહોતું આવ્યું કારણ કે એની જરૂર જ પડી નહોતી. હકીકતમાં પ્રિયંકાએ તેના લગ્નમાં ગણતરીના લોકોને જ આમંત્રણ આપ્યું હતું અને તેમને આ આમંત્રણ વ્યક્તિગત રીતે આપવામાં આવ્યું હતું. આ કારણે પ્રિયંકાના લગ્નનું કાર્ડ કોઈને નથી મોકલવામાં આવ્યું.
દીપિકાને લગ્ન પછી પહેલો ઝટકો! દૂધમાં પડેલી માખીની જેમ ફેંકાઈ શાહરૂખ અને સલમાનની ફિલ્મમાંથી
પ્રિયંકાના લગ્ન વિશે તેના વતન બરેલીમાં તે પહેલાં જ્યાં રહેતી હતી એ ઘરની આસપાસ પણ રોશની કરવામાં આવી હતી અને મીઠાઈની વહેંચણી કરવામાં આવી હતી. બરેલી રેલવે સ્ટેશન પાસે આવેલા પ્રિયંકાના જુના ઘરની સારસંભાળ રાખી રહેલા પંડિત પરમેશ્વર રાય પાંડેએ પ્રિયંકાના લગ્નની ઉજવણી કરી હતી. લોકોએ બરેલીમાં પ્રિયંકા-નિકના પોસ્ટર પણ લગાવ્યા હતા.
પ્રિયંકા અને નિકના લગ્નમાં કુલ 80 જેટલા મહેમાનોએ હાજરી આપી હતી. શનિવારે પ્રિયંકા-નિકના લગ્નમાં હાજરી આપવા અનંત અંબાણી તેની ફિયાન્સે શ્લોકા મહેતા અને અંબાણી પરિવારના જમાઈ આનંદ પીરામલ પહોંચ્યા હતા. રિપોર્ટ પ્રમાણે જોધપુરમાં લગ્ન પછી આ જોડી મુંબઈ અને દિલ્હીમાં રિસેપ્શન આપશે. દિલ્હીના રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે એવી શક્યતા છે જ્યારે મુંબઈનું રિસેપ્શન બોલિવૂડ સ્ટાર્સ માટે હશે.