આ વ્યક્તિના મૃત્યુનો શાહરૂખ ખાનને લાગ્યો છે આંચકો, કારણ છે બહુ મોટું
કર્નલ રાજ કપૂરની દીકરી ઋતંભરાએ માહિતી આપી છે કે તેના પિતાનું નિધન બુધવારે રાત્રે 10.10 કલાકે થયું છે. તેઓ હોસ્પિટલમાં હતા પણ એકાએક તેમનું નિધન થઈ ગયું હતું. ફેસબુક મારફતે કર્નલ રાજ કપૂરના પરિવારજનોએ લોકો સુધી તેમના મૃત્યુના સમાચાર પહોંચાડ્યા હતા.
નવી દિલ્હી : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ટીવી પર પહેલો બ્રેક આપનાર ડિરેક્ટર કર્નલ રાજ કપૂરનું નિધન થઈ ગયું છે. તેઓ 87 વર્ષના હતા. કર્નલ રાજ કપૂરના પરિવારજનોએ આ વાતની જાણકારી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આપી હતી. ન્યૂઝ એજન્સી આઇએએનએસએ આપેલી માહિતી પ્રમાણે કર્નલ રાજ કપૂરનું નિધન બુધવારની રાત્રે હોસ્પિટલમાં થયું હતું.
નોંધનીય છે કે ઓશોના શિષ્ય બનવા માટે તેમજ ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવી જવા માટે તેમણે સેનામાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે અનેક સિરિયલોનું નિર્માણ કર્યું છે. આ સાથે તેમણે ફિલ્મો તેમજ જાહેરાતોમાં પણ એક્ટિંગ કરી છે.