Bharti Singh in Hospital: કોમેડિયન ભારતી સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં ટેસ્ટ થતા સામે આવી ગંભીર સમસ્યા
Bharti Singh in Hospital: તાજેતરમાં જ ભારતી સિંહને લઈને એવી જાણકારી સામે આવી છે જે તેના ફેન્સને ચિંતા કરાવી શકે છે. કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તે હોસ્પિટલમાં ટેસ્ટ માટે આવી તો ટેસ્ટમાં તેને એક ગંભીર સમસ્યાની ખબર પડી.
Bharti Singh in Hospital: કોમેડિયન ભારતી સિંહ તેના મજાકિયા અંદાજ અને કોમિક ટાઈમિંગ માટે પ્રખ્યાત છે. પરંતુ તાજેતરમાં જ ભારતી સિંહને લઈને એવી જાણકારી સામે આવી છે જે તેના ફેન્સને ચિંતા કરાવી શકે છે. કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ છે. ભારતી સિંહ એ તાજેતરમાં જ તેની યુટ્યુબ ચેનલ ઉપર એક નવો બ્લોગ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેની તબિયત ત્રણ દિવસથી ખરાબ હતી અને હવે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ત્રણ દિવસથી અસહ્ય દુખાવો સહન કરી રહી હતી ત્યાર પછી હર્ષ લીમ્બાચીયા તેને હોસ્પિટલ લઈ આવ્યો.
આ પણ વાંચો: રામાયણના સેટ પરથી રણબીર કપૂરના ફોટો લીક થયા પછી કડક થયા નિયમ, સ્ટારકાસ્ટ પણ ચિંતામાં
ભારતી સિંહનો આ વિડીયો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ હોય તેવું જોવા મળે છે. વિડીયો જોઈને કોમેડિયનના ચાહકો પણ ટેન્શનમાં આવી ગયા છે. વીડિયોની શરૂઆતમાં ભારતી સિંહ કહે છે કે આવી સિચ્યુએશન દેખાડવી જોઈએ નહીં પરંતુ થોડા સમય સુધી જો તેનો બ્લોગ ન આવે તો તેનું કારણ તેણે જણાવવું હતું. તેણે જણાવ્યું હતું કે તેને ફૂડ ઇન્ફેક્શન થઈ ગયું હતું. જેના કારણે તેને અસહ્ય દુખાવો થયો હતો.
આ પણ વાંચો: Shraddha Kapoor: 37 વર્ષે પણ 20 જેવી લાગતી શ્રદ્ધા કપૂરે જણાવ્યા બ્યુટી સીક્રેટ્સ
ભારતી સિંહે આગળ જણાવ્યું કે, જ્યારે તે હોસ્પિટલમાં ટેસ્ટ માટે આવી તો ટેસ્ટમાં તેને એક ગંભીર સમસ્યાની ખબર પડી. દરમિયાન ખબર પડ્યું કે તેને ગોલ બ્લેડરમાં પથરી છે. જેના કારણે ત્રણ દિવસ સુધી તેને અસહ્ય પીડા સહન કરવી પડી. ભારતી સિંહે આગળ ઉમેર્યું કે પથરી પણ કોઈ નસમાં ફસાયેલી છે. જેના કારણે તે કંઈ પણ ખાય કે પીવે છે તો અસહ્ય દુખાવો થાય છે અને ઉલટી થઈ જાય છે.
આ પણ વાંચો: કૃષ્ણા મુખર્જીએ પ્રોડ્યૂસર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું, 'મને રુમમાં બંધ કરી અને..'
હોસ્પિટલમાં દાખલ હોવાનું કારણ જણાવતાની સાથે ભારતી સિંહે જણાવ્યું કે તે ત્રણ દિવસથી તે દુખાવાને અવોઇડ કરી રહી હતી. પરંતુ આવું કરવું જોઈએ નહીં. તેણે પોતાના ચાહકોને પણ મેસેજ આપ્યો છે કે જો કોઈ પણ સમસ્યા થાય તો તેને ઇગ્નોર કરવી નહીં અને તુરંત જ હોસ્પિટલ પહોંચી જવું જેથી યોગ્ય સારવાર લઈ શકાય.