AIB સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસ : તન્મય ભટ્ટ અને ગુરસિમરન ખંબા પર પડી વીજળી
કંપનીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ એકાઉન્ટ પર નિવેદન જાહેર કર્યું છે
નવી દિલ્હી : જાતિય શોષણ મુદ્દે સાથી કોમેડિયન પર કાર્યવાહી ન કરવાના આરોપનો સામનો કરી રહેલો તન્મય ભટ્ટ કોમેડી ગ્રૂપ AIBમાંથી અલગ થઈ ગયો છે. તે આ ગ્રુપનો કો-ફાઉન્ડર હતો. ગ્રુપના HR ડિપાર્ટમેન્ટ તરફથી તન્મયના અલગ થવાની જાણકારી આપવામાં આવી છે. AIBના અન્ય એક કો-ફાઉન્ડર ગુરસિમરન ખંબાને પણ જાતીય હેરેસમેન્ટના આરોપો બાદ લાંબી રજા પર મોકલી દેવાયો છે.
AIBની એચઆર હેડ વિધિ જોટવાનીએ માહિતી આપી છે કે ઇમાનદારીથી વાત કરું તો અમને ખબર નથી કે AIBના ભવિષ્ય માટે આ વાતનો શું મતલબ છે અને ભવિષ્ય પણ બાકી છે નહીં એ પણ સ્પષ્ટ નથી.
સોશિયલ મીડિયા પર AIB દ્વારા પોસ્ટ કરવામાં આવેલી જાણકારી અનુસાર, ‘અમે AIB અને તેના કો-ફાઉન્ડર તથા CEO તન્મય ભટ્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લાગી રહેલા આરોપોને ખૂબ નજીકથી મોનિટર કરી રહ્યાં છીએ. હાલમાં ચાલી રહેલા વિવાદમાં અમે તન્મયના રોલને ઈગ્નોર કરી શકીએ તેમ નથી. તે AIBથી અલગ થઈ રહ્યો છે, જેનો મતલબ છે કે, આગામી નોટિસ સુધી તે કોઈપણ રીતે ગ્રુપના કોઈપણ કામનો હિસ્સો નહીં રહે.’