નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટુંક સમયમાં હોલીવુડના જાણીતા અભિનેતા વિન ડીઝલ સાથે 'xXx' સિરીઝની ફિલ્મમાં જોવા મળવાની છે. ફિલ્મના ડિરેક્ટર ડીઝે કરૂસોએ સોમવારે આ જાણકારી પર મોહર લગાવી હતી. આ ફિલ્મ 'xXx' સિરીઝની ચોથી ફિલ્મ 'xXx' 4 છે. આ ફિલ્મમાં ચીનના જાણીતા ગાયક રોય બેંગ પણ જોવા મળશે. તેમણે ટ્વિટર દ્વારા આ ફિલ્મમાં કામ કરવાની જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેને ટ્વિટ કરી ડિરેક્ટરને પૂછ્યું
xXx ફિલ્મોની આ સિરીઝની જાણકારી આ રીતે મળી કે દીપિકાના એક ફેને ફિલ્મ ડિરેક્ટર ડીજે કરૂસોને ટ્વિટ કરી પુછ્યું કે શું તેમની xXx સિરીઝની હવે પછીની ફિલ્મમાં દીપિકા પાદુકોણ જોવા મળશે. આ વાત પર ફિલ્મના ડિરેક્ટરએ હા પાડી હતી. તેમણે લખ્યું હતું કે તેઓ દીપિકાની સાથે મળી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.



xXx સિરીઝથી જ દીપિકાએ કર્યું હતું ડેબ્યૂ
xXx: Return Of Xander Cage ફિલ્મ દ્વારા બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. મે મહિનામાં ફિલ્મ ડિરેક્ટર ડીજે કરુસોએ કહ્યું હતું કે તેઓ તેમની ફિલ્મમાં એક બોલીવુડ સ્ટાઇલમાં ડાન્સ નંબર કરવા માંગે છે અને તે સોંગની શૂટિંગ દીપિકા પાદુકોણ પર કરવા માંગે છે. આ જાણકારી અનુસાર આ ફિલ્મમાં દીપિકાનું હોવાનું અનુમાન પહેલાથી જ લગાવવામાં આવી રહ્યુ હતુ.



નવેમ્બરમાં લગ્ન કરી શકે છે દીપિકા
કરૂસોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, હું તેની આગઉની ફિલ્મ 'xXx' 4ના અંતમાં એક બોલીવુડ ડાન્સ નંબરથી કરવા માંગુ છું. આ સોંગમાં દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રીના રૂપમાં જોવા મળશે. તેમણે લખ્યું હતું કે લુંગી ડાન્સ? કઇંક નવું? જોકે દીપિકાની પાછલી ફિલ્મ ‘પદમાવત’ ઘણી હિટ રહી હતી. ત્યારે ચર્ચાઓ છે કે દીપિકા નવેમ્બર મહિનામાં રણવીર સિંહની સાથે લગ્ન કરી શકે છે.