નવી દિલ્હી: કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચને આગ્રહ કર્યો કે તે બાયોપિક 'પીએમ નરેંદ્ર મોદી'ને રિલીઝની પરવાનગી ન આપે. કોંગ્રેસે કહ્યું કે તેનો રાજકીય ઉદ્દેશ્ય છે અને ભાજપને તેના દ્વારા લોકસભા ચૂંટણીમાં વધારાનો લાભ લેવાનો છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે અહીં સંવાદદાતાઓને કહ્યું કે પાર્ટીએ ચૂંટણી પંચને કહ્યું કે વડાપ્રધાન નરેંદ્ર મોદી પર એક બાયોપિક પાંચ એપ્રિલના રોજ રિલીઝ થવાની છે, અને તેનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં વધારાનો લાભ પ્રાપ્ત કરવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિબ્બલે કહ્યું કે 'અમે માનીએ છીએ કે આ ન ફક્ત એક ભ્રષ્ટ આચરણ છે, પરંતુ ફિલ્મની રિલીઝ ખાસ ઉદ્દેશ્યથી પ્રેરિત છે. ફિલ્મના ત્રણેય નિર્માતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અભિનેતા વિવેક ઓબેરોય પણ ભાજપ સાથે છે.'


સિબ્બલે કહ્યું કે સમગ્ર ઉદ્દેશ્ય રાજકીય લાભ લેવાનો છે, જે બધા નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે ''અ કોઇ કલાત્મક ફિલ્મ નથી, પરંતુ રાજકીય છે, અમે ચૂંટણી પંચને કહ્યું કે તેને રિલીઝ કરવાની પરવાનગી આપવી ન જોઇએ. આ સંવિધાનના અનુચ્છેદ 324નું ઉલ્લંઘન છે. આ ફક્ત કેબલ નેટવર્ક નિયમોનું પણ ઉલ્લંઘન છે અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 126નું પણ ઉલ્લંઘન છે.


તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે ફિલ્મમાં નરેંદ્ર મોદીનું પાત્ર ભજવ્યું છે. તો અમિત શાહની ભૂમિકા અભિનેતા મનોજ જોશી ભજવી રહ્યા છે. સાથે જ દર્શન કુમાર, બોમન ઇરાની, પ્રશાંત નારાયણ, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેંદ્વ ગુપ્તા અને અક્ષત આર સલૂજા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આર્ચાર્ય મનીષ પણ ફિલ્મના નિર્માતાઓમાં છે.