મુંબઈ : અમિતાભ બચ્ચન હાલમાં 'કૌન બનેગા કરોડપતિ 10'ના હોસ્ટ તરીકે ટીવીના પડદે દેખાઈ રહ્યા છે. આ શોને એન્કર કરવાની તેમની સ્ટાઇલના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે પણ હાલમાં શોમાં આવેલી એક સ્પર્ધકે તો હદ કરી નાખી હતી. આ શોમાં સ્પર્ધક તરીકે આવેલી હિમાચલની પ્રીતિ કિમતાને ગેમ રમવા કરતા પણ વધારે ઇચ્છા બિગ બી સાથે ડાન્સ કરવાની હતી. પ્રીતિએ લગભગ દરેક સવાલ પછી અમિતાભને પોતાની સાથે ડાન્સ કરવા માટે વિનંતી કરી હતી પણ બિગ બી તેને ગેમ પર ધ્યાન આપવા માટે નિર્દેશ કરતા હતા. 


પ્રીતિ દરેક સવાલ પછી બિગ બીને તેની સાથે ડાન્સ કરવાની અપીલ કરતી ગઈ. આ સિવાય તક મળતા જ પ્રીતિએ બિગ બીને તેના ઘરના તમામ બાળકોના નામ પણ બોલવાની વિનંતી કરી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે ક્લિક કરો.