કરાચી : પાકિસ્તાનના જાણતા એક્ટર અને ગાયક અલી ઝફર પર એક મહિલા સાથી કલાકાર મીશા શફીએ યૌન શોષણનો આરોપ મૂક્યો છે. મીશાએ ટ્વીટ કરીને આ આરોપ મૂક્યો છે જેને અલીએ ફગાવી દીધો છે અને કહ્યું છે કે તે આ મામલે કાનુની કાર્યવાહી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર યૌન શોષણ વિરુદ્ધ ગયા વર્ષે #MeToo કેમ્પેન ચાલ્યું હતું, જેની પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે વધુ એક પાકિસ્તાની એક્ટ્રેસ મીશા શફીએ એક્ટર અને સિંગર અલી ઝફર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, જેનો અલીએ જવાબ પણ આપ્યો છે.



પાકિસ્તાની સિંગર અને એક્ટ્રેસ મીશા શફીએ  #MeTooને સપોર્ટ આપતા ટ્વીટ કર્યું હતું કે, ‘હું આ એટલા માટે શેયર કરી રહી છું, કારણ કે મારું માનવું છે કે, યોન શોષણનો મારો અનુભવ શેયર કરી હું ચુપકીદી સાધવાનો રિવાજ તોડી શકું, જે આપણા સમાજમાં ઘર કરી ગયો છે. આ વિશે બોલવું સરળ નથી, પરંતુ ચૂપ રહેવું મુશ્કેલ છે. મારો અંતરાત્મા હવે તેની મંજૂરી આપતો નથી.’



મીશા લખે છે કે,''હું ઇન્ડસ્ટ્રીના મારા સાથી અલી જફરના હાથે યૌન શોષણનો ઘણી વાર શિકાર બની છું. આ ઘટના એ સમયની નથી જ્યારે હું નાની ઉંમરની હતી અને ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. આ ઘટના એ સમયની છે, જ્યારે હું સશક્ત હતી, મારા પગ પર ઊભી હતી અને પોતાના મનની વાત કહેનારી મહિલા તરીકે જાણીતી હતી. આવું મારી સાથે ત્યારે બન્યું જ્યારે હું બે બાળકની માતા હતી.'' જોકે મીશાએ આ વાતની કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવી. 


આ મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા અલી ઝફરે પણ ટ્વીટ કરી છે. તેણે કહ્યું છે કે ''હું #MeToo કેમ્પેન વિશે જાણું છું અને તેને સપોર્ટ પણ કરું છું. હું બે સંતાનોનો પિતા છું. એક પત્નીનો પતિ છું અને એક માનો પુત્ર છું. હું એવી વ્યક્તિ છું, જે પોતાના માટે, પરિવાર માટે, મિત્રો માટે હજારો વખત મુશ્કેલીના સમયમાં ઊભી રહે. આજે પણ હું એવું જ કરીશું. મારી પાસે છુપાવવા માટે કશું નથી. ચૂપ રહેવું એ પણ કોઈ વિકલ્પ નથી.''



અલી ઝફરેઆગળ લખ્યું છે કે, ‘જે આરોપ મીશા શફીએ મારી સામે લગાવ્યા છે, તેનો હું સંપૂર્ણપણે ઇનકાર કરું છું. હું કોર્ટમાં જઈશ અને પ્રોફેશનલી ડીલ કરીશ. હું સોશિયલ મીડિયા પર કોઈ આરોપ નહીં લગાવું. આવું કરીનું હું કેમ્પેઇન, પરિવાર, ઇન્ડસ્ટ્રી અને ફેન્સનો નિરાદર નહિ કરું. હું એક જ વાત માનું છું, અંતમાં સત્યનો વિજય થાય છે.’