ઝી બ્યૂરો, અમદાવાદઃ સુપર સ્ટાર ધર્મેન્દ્ર ખુબ જ રંગીન મિઝાઝ વાળા વ્યક્તિ રહ્યાં છે. સ્વભાવિક રીતે જ તેમના જેવા ગુણો તેમના દિકરામાં પણ આવ્યાં. અને પછી થયું કંઈક એવું કે ભારે વિવાદ થઈ ગયો. આ કિસ્સો છે 90ના દાયકાનો. હિન્દી ફિલ્મજગતમાં જ્યારે બોલ્ડનેસ અને બેબાકપણા માટે કોઈને યાદ કરવામાં આવે તો તે છે અભિનેત્રી મમતા કુલકર્ણી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મમતા કુલકર્ણી 90ના દાયકામાં મેગેઝિનના કવરપેજમાં તેના બોલ્ડ ફોટોઝના કારણે છવાયેલી રહેતી હતી. ફિલ્મોમાં બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહેતી મમતા સતત કોન્ટ્રોવર્સીમાં રહી છે. 90ના દાયકાની સફળ અભિનેત્રીનો એક એવા કિસ્સાની વાત છે જે જાણી તમને પણ વિશ્વાસ નહીં આવે. મમતા કુલકર્ણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રી જે તેની ફિલ્મોમાં એક્ટિંગ કરતા મેગેઝનના કવરપેજ પરના બોલ્ડ ફોટોશૂટ અને તેની કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહી છે. એ વાતમાં પણ બેમત નથી કે મમતા કુલકર્ણી ખૂબ સ્વરૂપવાન અભિનેત્રી રહી ચૂકી છે. લાખો ફેન્સના દિલમાં રાજ કરનાર મમતાના દિવાનાઓમાં ફિલ્મી સિતારાઓ પણ રહ્યા છે, જેમાં 'આશ્રમ' વેબસિરીઝથી ચર્ચામાં આવેલા બોલિવુડ સ્ટાર બોબી દેઓલ પણ બાકાત રહ્યા નથી.


વર્ષ 1993માં મેગેઝિનના કવરપેજ પર મમતાનો 'ટોપલેસ' ફોટો છપાયો હતો. આ ફોટાએ સનસની મચાવી દીધી હતી. કહેવાય છે કે બોલિવુડમાં ટોપલેસ ફોટોશૂટનું ચલણ મમતાએ જ શરૂ કર્યું. આમ તો મમતા કુલકર્ણી તેની ફિલ્મી કારકિર્દીમાં અનેકવાર કોન્ટ્રોવર્સીમાં આવી ગઈ જે જાણી લોકો હેરાન થઈ જતા પરંતું આ એક એવો કિસ્સો છે જે જાણીને તમને થશે કે તમને વિશ્વાસ નહીં થાય કે બોબી દેઓલ આવું કરી શકે.

મમતા કુલકર્ણીએ એક મેગેઝિનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં બોબી દેઓલે તેને કરેલા 'વન નાઈટ સ્ટેન્ડ' ના ઓફર પર ખુલાસો કર્યો હતો. બોબી દેઓલ ત્યારે 'બરસાત' ફિલ્મની શુટિંગ કરી રહ્યા હતા અને તે સમયે એક હોટલમાં રોકાયા હતા. જોગાનુજોગ તે જ હોટલમાં મમતા પણ પોતાની કોઈ ફિલ્મને લઈ તે જ હોટલમાં રોકાઈ હતી. મમતા જે ફિલ્મ માટે હતી તે ફિલ્મમાં મિથુન ચક્રવર્તી પણ હતા, મિથુને ત્યારે મમતાની બોબી સાથે મુલાકાત કરાવી હતી.

મમતાની સુંદરતા જોઈને બોબીએ તેના હોશ ગુમાવી દીધા હતા. તે જ રાત્રે બોબીએ મમતા સાથે વાતચીત કરીને મિત્રતા વધારી. મમતા સાથે વાતચીતમાં બોબી દેઓલ વધારે ફ્રેન્ક થઈ ગયો, અને તેને મમતાને 'વન નાઈટ સ્ટેન્ડ'ની ઓફર કરી દીધી. તે સમયે બોબીની વાત સાંભળી મમતા ડઘાઈ ગઈ. મમતાએ ત્યારે બોબીને એવો જવાબ આપ્યો કે ત્યારબાદ કદાચ બોબીએ કોઈ અભિનેત્રીને આવી ઓફર નહીં કરી હોય..



બોબી દેઓલ તે વખતે અભિનેત્રી પૂજા ભટ્ટ સાથે રિલેશનમાં હતો જે મમતા સારી રીતે જાણતી હતી. મમતાએ બોબીને કહ્યું- 'જો તું મારી સાથે રાત વિતાવવા માગે છે તો પૂજા ભટ્ટની પરવાનગી લઈ લે' મમતાનો જવાબ સાંભળી બોબીના હોશ ઉડી ગયા અને તે વાતને મજાકમાં વાળી દીધી. બોબી દેઓલ તેની 'આશ્રમ' વેબસિરીઝના કારણે ફરી ચર્ચામાં આવ્યા છે તો મમતા કુલકર્ણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube