નવી દિલ્હી : વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો  શેયર કર્યો છે. અનુષ્કા શર્મા આ વીડિયોમાં અરહાન સિંહ નામની એક કાર ચાલકને ખખડાવતી નજરે ચઢે છે. કારચાલકે પોતાની કારમાંથી પ્લાસ્ટીકનો કચરો રસ્તા પર ફેંક્યો હતો જેનો વિરોધ અનુષ્કા શર્મા કર્યો હતો. હવે તેણે જે વ્યક્તિને જાહેરમાં ખખડાવ્યો હતો તેણે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિલ્પા શેટ્ટી પ્રેગનન્ટ? આવી જબરદસ્ત ચર્ચા પછી સ્પષ્ટતા થઈ કે...


આ ઘટનાની વિગતો જોઈએ તો અનુષ્કાએ પ્લાસ્ટિકને ડસ્ટબીનમાં ફેંકવા પણ કહ્યું હતું. આ વીડિયો શેયર કરતા ભારતના ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ લખ્યું કે તેણીએ આ લોકોને રસ્તા પર કચરો ફેંકતા જોયા અને તેને આડા હાથે લીધા. તેણે લખ્યું કે લક્ઝરી કારમાં સફર કરી રહ્યા છે અને અક્કલ નથી તેમને. શું આવા લોકો આપણા દેશને સાફ રાખશે? જી હા, જો તમે પણ આવી કોઇને ભૂલ કરતાં જુઓ તો તેમને વઢો અને જાગૃતિ ફેલાવો.


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...